આ કેવું ગુજરાત મોડેલ ? શું ઠાઠડી/ સ્મશાન પણ અભડાઈ જાય?
જી હા હિંદુ નાં વહેમ માં જીવતા દલિતો માટે ચેતવા જેવું જ છે. કારણ કે ભારત ને વિશ્વગુરુ
બનાવવા ની વાતો કરતા ભારત નાં ગુજરાત રાજ્ય માં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના
ગામેઠા ગામે 2 ઓગસ્ટ 2023ના રોજ, એક અનુ.જાતિ (વણકર)નું સવારે 6.00 વાગ્યે
અવસાન થયું. ગામના સરપંચ નગીનભાઈએ પંચાયતની ઠાઠડી આપવાનો ઈન્કાર કર્યો.
એટલું જ નહીં ગામના સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ મનાઈ ફરમાવી. વણકર પરિવારને
કહ્યું કે ‘આ તો અમારું સ્મશાન છે, અહી આવતા નહીં, અમારું સ્મશાન અભડાઈ જાય !
તમે તમારા સ્મશાનમાં મૃતદેહને લઈ જાવ !
હવે વિચારો દલિતો હિંદુ હોય તો તેમની સાથે આભડ સેટ કેમ ?
સુપ્રીમ ચુકાદો રાહુલ ગાંધી ની બે વર્ષની જેલની સજા પર રોક…
શું ઠાઠડી/ સ્મશાન પણ અભડાઈ જાય?
કેટલીક ઘટનાઓ અંગે લખતા પણ ખચકાટ થાય, શરમ આવે. વડોદરા જિલ્લાના પાદરા
તાલુકાના ગામેઠા ગામે ૨ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ, એક અનુ.જાતિ (વણકર)નું સવારે ૬.૦૦
વાગ્યે અવસાન થયું. ગામના સરપંચ નગીનભાઈએ પંચાયતની ઠાઠડી આપવાનો ઈન્કાર કર્યો.
એટલું જ નહીં ગામના સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ મનાઈ ફરમાવી. વણકર પરિવારને
કહ્યું કે ‘આ તો અમારું સ્મશાન છે, અહી આવતા નહીં, અમારું સ્મશાન અભડાઈ જાય ! તમે
તમારા સ્મશાનમાં મૃતદેહને લઈ જાવ !’
હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી……
વણકર પરિવારની સમસ્યા એ હતી કે દલિતોનું જે સ્મશાન હતું ત્યાં પાણી ભરાઈ ગયું છે,
સ્મશાન સુધી જઈ શકાય તેમ ન હતું ! પરિવારે અંતિમવિધિનો સમય બપોરના ૨.૦૦ વાગ્યાનો
આપેલ; પરંતુ સાંજના ૮.૦૦ સુધી મૃતદેહ ઘરમાં રાખવો પડ્યો હતો. સરપંચ સામે આક્ષેપ છે કે
તળાવમાં પાણી ભરી મત્સ્ય ઉદ્યોગ કરે છે, તળાવની માટી વેચીને દલિતોનું સ્મશાન બંધ કરી દીધું છે !
પોલીસની હાજરીમાં ગામના અમુક લોકોએ સ્મશાનમાં
અંતિમવિધિ કરવા સામે વિરોધ કર્યો !
આખરે ૧૬ કલાક બાદ અલગ જગ્યાએ મૃતદેહની અંતિમવિધિ થઈ !
થોડાં પ્રશ્નો :
[1] સ્મશાનમાં દેહની રાખ થવાની છે. એ દેહ ઉચ્ચ વર્ણનો હોય કે વણકર નો. અગ્નિ સૌને બાળે છે.
જો અગ્નિ ભેદભાવ નથી કરતી તો ઉચ્ચ વર્ણ ક્યા આધારે ભેદભાવ કરે છે? અમારું સ્મશાન અને તમારું
સ્મશાન, એવો ભેદ શામાટે? શું ઠાઠડી/ સ્મશાન પણ અભડાઈ જાય?
[2] કેટલાંક લોકો કહે છે કે દલિતો સાથે હવે ભેદભાવ રખાતો નથી ! પરંતુ ગુજરાતના ગામડાંઓમાં
જુદાં સ્મશાન કેમ છે?
[3] સત્તાપક્ષની ‘સમરસતા’ માં સમાનતા કેમ નંથી ? ભેદભાવ હોય તેને સમરસતા કહેવાય ?
વડાપ્રધાન સફાઈ કર્મચારીઓના જાહેરમાં પગ ધોવાનો કાર્યક્રમ રાખે છે, છતાં તેની અસર
કેમ થતી નથી ? સત્તાપક્ષના નેતાઓ ચૂંટણી વેળાએ દલિતોના ઘેર ભોજન કરે છે, છતાં
ભેદભાવ દૂર કેમ થતો નથી?
[4] આ કેવું હિન્દુત્વ કે જેમાં અલગ સ્મશાન હોય? વરસાદી પાણી ભરાઈ જાય તેવી
સ્થિતિમાં પણ ગામના સ્મશાનમાં વણકર મૃતદેહની અંતિમવિધિ ન થાય? આફત સમયે
સરપંચ અને ગામના લોકોની માનવતા ક્યાં જતી રહેતી હશે ?
સુરતમાં ૪ વર્ષની દીકરી પર દુષ્કર્મ થતાં ચકચાર…
આ કેવું ગુજરાત મોડેલ ?
‘આ ગુજરાત મેં બનાવ્યું ! ગુજરાતનો વિકાસ મેં કર્યો !’ એવું વડાપ્રધાન કહે છે; પરંતુ ૨૦૦૧
થી ૨૦૧૩ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે ‘સામાજિક સમાનતા’
માટે કેમ કોઈ પગલાં લીધા નહીં? ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં દલિતોની આ દશા? આ કેવો વિકાસ?
આ કેવું ગુજરાત મોડેલ?
હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી……
દલિતો પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર નહીં થવાનું અને ભેદભાવ ટકી રહ્યો છે તેના કારણો…
ગુજરાતના સામાજિક જીવન પર સ્વામિનારાયણ સંપ્રદાય/ વૈષ્ણવ સંપ્રદાય/ સ્વાધ્યાય પરિવાર/
શ્રી શ્રી રવિશંકર/ સદ્દગુરુ/ RSS/ મોરારીબાપુ વગેરેનો જબરજસ્ત પ્રભાવ છે; આમાંથી કોઈએ
દલિતો માટે ‘જુદા સ્મશાન’ની બાબતને વખોડી છે ખરી? શું આ સંપ્રદાયો અને ધર્મના એજન્ટો
દલિતોની તરફેણમાં અને ‘એક જ સંયુક્ત સ્મશાન’ માટે અવાજ ઉઠાવી ન શકે? ઠાઠડી/ સ્મશાન
અભડાઈ જાય તેવી મનોવૃતિ ટકાવી રાખવામાં આ સંપ્રદાયો અને ધર્મગુરુઓ/ કથાકારોની મુખ્ય
ભૂમિકા નથી? શું તેઓ જૂના ધર્મગ્રંથો મુજબ જીવવાનો આગ્રહ રાખતા નથી?
વર્ણવ્યવસ્થાનો દુરાગ્રહ રાખતા નથી?
જીવ બચાવવા લોહી ની જરૂર હોય ત્યારે કઈ જ નડતું નથી.
હોસ્પિટલમાં હોય અને લોહીની જરુર પડે તો તે વખતે દલિત/ મુસ્લિમ/ ક્રિશ્ચિયનના બદલે
સ્વ-જાતિ/ સ્વ-વર્ણના લોહીનો આગ્રહ શામાટે રાખતા નહીં હોય? જીવ બચાવવા દલિતનું
લોહી શરીરમાં ચડાવે ત્યારે કેમ અભડાઈ જતાં નથી ? શું ભેદભાવ એ માનવીય ગૌરવને હણી
નાખતો ગંભીર ગુનો નથી ? માણસાઈ સર્વોચ્ચ છે કે જ્ઞાતિ/ જાતિ/ વર્ણ ?