એકનાથ શિંદે  પાસે બહુમતી છે, પરંતુ સત્તાનો માર્ગ મુશ્કેલ…….

એકનાથ શિંદે  જૂથના ૨૦ ધારાસભ્યો સંજય રાઉતના સંપર્કમાં; મહારાષ્ટ્રમાં જતાં જ વેરવિખેર થઈ જવાનો ડર.

મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાની સ્ક્રિપ્ટ, જે ગુવાહાટીમાં બેસીને  એકનાથ શિંદે  ધારાસભ્યોનો આંકડો પૂરો હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે, કેટલાક બળવાખોર ધારાસભ્યો  સંજય રાઉતના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.ખરેખરમાં, બળવાખોર ધારાસભ્યો ચાર દિવસથી ગુવાહાટીની હોટેલ રેડિસન બ્લૂમાં રોકાયા છે. ત્યાં સતત બેઠકો થઈ રહીં છે. જેમાં શિવસેનાના વધુ ધારાસભ્યોને તોડવાની કવાયત ચાલી રહી છે. એકનાથ શિંદે  દાવો કરે છે કે તેમની પાસે શિવસેનાના ૩૮  ધારાસભ્યો છે. સૂત્રોનું માનીએ તો આમાંથી ૨૦  ધારાસભ્યો સંજય સંજય રાઉતના સંપર્કમાં છે.

એકનાથ શિંદે  જૂથના કેટલાક ધારાસભ્યો મહારાષ્ટ્ર જતાની સાથે જ ઠાકરેને સમર્થન કરી શકે છે.

એકનાથ શિંદે  સારી રીતે જાણે છે કે ગુવાહાટીમાં હાજર કેટલાક ધારાસભ્યો મહારાષ્ટ્ર જતાની સાથે જ ઠાકરેની શિવસેનાને સમર્થન કરી શકે છે. જો આમ થશે તો આ બધી કવાયત અજિત પવારના મામલા જેવી જ થઈ જશે. તેથી તેઓ શિવસેનાના કેટલાક વધું ધારાસભ્યોની રાહ જોઈ રહ્યા છે. એકનાથ શિંદે  ઈચ્છે છે કે તેમની પાસે શિવસેનામાંથી જ ૪૨  ધારાસભ્યો હોવા જોઈએ, જેથી જો પહેલાથી સમર્થનમાં રહેલા કેટલાક ધારાસભ્યો તૂટે તો તેમનો બહુમતીનો આંકડો જળવાઈ રહે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ

એકનાથ શિંદે  જૂથ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે..

બીજી તરફ એકનાથ શિંદે  જૂથે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે. ૧૬ ધારાસભ્યોની માન્યતા રદ કરવા માટે ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જીરવાલે નોટિસ આપી છે, તેનો જવાબ શું આપવામાં આવે. જેની સામે સોમવારે એકનાથ શિંદે  જૂથ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. આજે આ મામલે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. ફક્ત પ્રયાસ તેવા રહેશે તે ગમે તેમ આ ૧૬  ધારાસભ્યોની સદસ્યતા અકબંધ રહે અને એકનાથ શિંદે  શિવસેનાના નેતા બની શકે.

ઘુડખર અભયારણ્યમાં તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ સુધી પ્રવેશ પર પ્રતિબંધ …

વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ તો આપવો જ પડશે…

મામલો જટિલ એ કારણ છે કે ગુવાહાટીમાં બેસીને એકનાથ શિંદે  હુંકાર કરતા કહેતા રહ્યા છે કે તેમની પાસે બહુમતી માટે ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આંકડાઓ પૂરા છે, પરંતુ આખરે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ તો આપવો જ પડશે. મુશ્કેલી માત્ર એટલી છે કે આમાંથી કેટલાક ધારાસભ્યો મહારાષ્ટ્ર જતાની સાથે જ વેરવિખેર થઈ જશે. જો એકનાથ શિંદે  જૂથના રાજ્યપાલની સામે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બહુમતી સાબિત કરવાના પુરાવા આપે છે તો જો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તેને કોર્ટમાં પડકાર માટે તૈયારી કરી લીધી છે.

મહારાસ્ટ્ર વીધાન સભા નુ ગણીત
મહારાસ્ટ્ર વીધાન સભા નુ ગણીત

રાશન કાર્ડ મા મળતા અનાજ સંદર્ભે વઢવાણ ની જનતા જોગ…

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે ૧૪૪  ધારાસભ્યોની જરૂર…

​​​​​​​મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે કુલ ૧૪૪  ધારાસભ્યોની જરૂર છે. જો એકનાથ શિંદે  જૂથ ભાજપને સમર્થન આપે છે તો મહારાષ્ટ્રમાં બહુમતીના આધારે ભાજપની મદદથી સરકાર બની શકે છે, પરંતુ તે પહેલા આ ૧૬ ધારાસભ્યો સમસ્યા હલ કરવી જરૂરી છે. જેમ જેમ સમય પસાર થતો જશે, તેમ ગુવાહાટીમાં હાજર ધારાસભ્યો સાથે વાત કરવા માટે ઉદ્ધવ જૂથને વધુ તક મળશે. આવી સ્થિતિમાં શિંદેના સપનાનો માર્ગ એટલો સરળ દેખાતો નથી.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ

 

One thought on “એકનાથ શિંદે  પાસે બહુમતી છે, પરંતુ સત્તાનો માર્ગ મુશ્કેલ…..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: