વોર્ડ ન - ૧૧ ગણપતી ફાટસર..

ગણપતી ફાટસર મા  ખાડા રાજ…… જનતા ત્રાહીમામ…….

સુરેંદ્રનગર નગર  નગરપાલીકા ના વોર્ડ ન – ૧૧ ગણપતી ફાટસર મા જીતેલા બધાજ ઉમેદવાર ના પ્રતાપે જનતા ત્રાહીમામ છે. જ્યા જુઓ ત્યા ખાડા રાજ છે. વીસ્તાર ની એકપણ સોસાયટી એવી નથી જ્યા ખાડા રાજ ના હોય..અહી નીચે જે તસવીર છે તે સિદ્ધિનગર સોસાયટી મા ખાદી કેંદ્ર ની બાજુમા ભગવાન ભાઇ ચાવડા અને રામજી ભાઇ રાઠોડ ના ઘરની સામે ના રોડ ની છે. જે તસવીર જોતા જ વોર્ડ ના ચુટાયેલા બધાજ સભ્ય ની કામગીરી કેવી છે.તે આ તસવીર બયાન કરી રહી છે.

ગણપતી મા ખાડા રાજ

આ પણ વાચો – ગણપતી ફાટસર ની જનતા જનાર્દન નો અવાજ…વોર્ડ ન – ૧૧ ના ચારે ઉમેદવાર ના કાને પહોચાડવા વિનંતી…..

ગણપતી ફાટસર ના ખુસામત ખોર લોકો ના કારણે વીસ્તાર ની જનતાએ ભોગવવુ પડે છે….

સિદ્ધિનગર સોસાયટી ના એક રહીશે પોતાનુ નામ જણાવવા ની શરતે અમને ચોખ્ખુ કહ્યુ કે અમારા વીસ્તાર મા કેટલાક ખુસામત ખોર લોકો ચુટાયેલા સભ્યો ની ખોટી વાહવાહ કરે છે.જેના કારણે બધાજ સભ્યો સતત અહંકાર મા રચ્યા પચ્યા રહેતા હોઇ વીસ્તાર ની મુલાકાત લેતા નથી.  અને મને લાગે છે કે બધાજ સભ્યો જાણી જોઇને આમ કરેછે. કારણ કે આ બે ચાર ખુસામત ખોર લોકો ના કામ સભ્યો કરી આપે છે. અને બદલામા આવા ખુશામત ખોર લોકો સોસીયલ મીડીયામા બધાજ સભ્યોના ખોટા વખાણ કરી આખા ગણપતી ફાટસર ના વીકાશ ના કામો મા નડતર રુપ બને છે.

આ પણ વાચો – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

ચાર મહીનાથી રોડ ઉપર ખાડા હોવા છતા કોઇ કામ થતુ નથી…

સિદ્ધિનગર નગર ના રહીશો કહે છે કે તમે જોઇ શકો છો આ ખાડો ચાર મહીના થી છે. અને પાકીસ્તાન ના કોઇ નગર મા નથી પણ સુરેંદ્રનગર પાલીકા ના વોર્ડ ન – ૧૧ મા આવતા ગણપતી ફાટસર ની સિદ્ધિનગર સોસાયટી મા ખાદી કેંદ્રની બાજુમા રામજીભાઇ રાઠોડ અને ભગવાન ભાઇ ચાવડા ના ઘર વાળા રોડ ઉપર છે.  અમે આજુબાજુ વાળા બધા નગરપાલીકા ના સભ્ય ને કહી કહી ને થાકી ગયા પણ કોણ સામ્ભળે. રસ્તા પર ચાલતા બાળકો અને વાહન વાળા રાત્રે પડતા થાય છે…. પણ અહંકાર ની ઘોર નીંદ્રા મા સુતેલા સભ્યો ની ઉંઘ  કયારે ઉડે  તેની જનતા જનાર્દન રાહ જુએ છે.

આ પણ વાચો – ગણપતી ફાટસર ની જનતા જનાર્દન નો અવાજ…વોર્ડ ન – ૧૧ ના ચારે ઉમેદવાર ના કાને પહોચાડવા વિનંતી…..

નજીકના ભવીષ્યમા નગરપાલીકા નો ઘેરાવ કરવાની અને મુનશીપાલટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની રહીશો ની ચીમકી…

ફ્રીડમ જર્નાલીજમ વેબ ન્યુજ સાથે વાત કરતા  વોર્ડ ન – ૧૧ ગણપતી ફાટસર મા ખાડા રાજ થી ત્રાહીમામ જનતા નજીકના ભવીષ્યમા નગરપાલીકા નો ઘેરાવ કરવાની અને મુનશીપાલટી એક્ટ મુજબ ચુટાયેલા સભ્યો કામ ના કરે તો તેમના ઉપર થતી કાયદેશર ની કાર્યવાહી વોર્ડ ન – ૧૧ ના બધાજ ચુટાયેલા સભ્યો ઉપર કરવાની ચીમકી આપે છે.

આ પણ વાચો – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

Leave a Reply

Your email address will not be published.

Exit mobile version