જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં..જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં..

જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં..

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા ના વોર્ડ – 11 માં બે મહિનાથી પાણી આવતું નથી વિસ્તાર ના

10 % લોકોને પણ પૂરતું પાણી મળતું નથી. 90 % લોકોને બે મહિનાથી પાણી બંધ છે. ત્યારે ફાટસર

ની જનતા માં નગરપાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણી ની સમસ્યાને લઈને ગણપતિ

ફાટસર ની જનતા હવે ઉગ્ર આંદોલન કરવાની ચર્ચા કરે છે.

વિકાસ થી વંચિત ગણપતિ ફાટસર….. 

ફાટસર માં પાણી નો કાળો કકળાટ અને પાલિકા ઘોર નિંદર માં….

ફાટસર ના લોકો ના કહેવા મુજબ સુરેન્દ્રનગર નગર પાલિકા ની ચુંટણી માં જનતા એ ભાજપ ને ખોબે

ખોબે મત આપીને 95 % બહુમત સાથે ભાજપ ને જિત આપીને બોડી બનાવડાવી અને જે રીતે ભાજપ

ને જનતા એ મત આપ્યા એ મુજબ જનતા ના કામો થવા જોઈએ પરંતુ થયું અવળું. સત્તાના મદ માં

ચુંટાયેલા ઉમેદવારો અને તંત્રના સરકારી અમલદારો ઘોર નિંદર માં સૂતા છે. અને જનતા ના મૂળભૂત

અધિકારો પાણી જેવી જીવન જરૂરી સેવા પણ પૂરી પાડવામાં સદંતર નિસફળ જતા ફાટસર ની

જનતા માં ભાજપ પ્રતયે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને આગામી ચુંટણીમાં આની અસર વરતાય

એવું હાલ ના આક્રોશીત વાતાવરણ માં સ્પસ્ટ વરતાય છે.

વોર્ડ – ૧૧ ગણપતી ફાટસર મા છ છ મહીનાથી પીવાના પાણીની લાઇનો લીકેજ.નીષ્ક્રીય તંત્ર ના પાપે જનતા ત્રાહીમામ….

સુશાંશન ના બણગાં ફુંકતી ભાજપ ની સરકાર માં પીવાના પાણી માટે આક્રોશ…

લોકો ના કહેવા મુજબ ગુજરાત ની ભાજપ સરકાર સુશાંશન ની માત્ર વાતો જ કરે છે. એવી ખુબજ

આક્રોશ પૂર્વક વાત કરતાં ફાટસર ના રહીશ ના કહેવા મુજબ ફાટસર માં આ પાણીની સમસ્યા

સુરેન્દ્રનગર અને વઢવાણ ની નગરપાલિકા સયુક્ત થયા બાદ ઊભી થઈ જે વઢવાણ નગરપાલિકા

વખતે આટલી લાંબી આ સમસ્યા ચાલતી નહોતી એકાદ બે દિવસ માં ઉકેલ આવતો પરંતુ જ્યારથી

સંયુક્ત નગરપાલિકા થઈ ત્યારથી અંધેર તંત્ર થયું છે. કોઈ સાંભળવા વાળું જ નથી.

ફાટસર  રહીશ નો ચોંકાવનારો આક્ષેપ.

દલિતો નો વિસ્તાર હોવાથી જાતિવાદી તત્વો દ્વારા ઇરાદાપૂર્વક પાણી પૂરું

પાડવામાં આવતું નથી. ઉગ્ર આંદોલન ની ચીમકી…સ્થાનિક રહીશ.

ફાટસર  રહીશ દ્વારા નગરપાલિકા ઉપર જાતિવાદી માનસિકતા રાખી ઇરાદાપૂર્વક પાણી પૂરું

પાડવામાં આવતું નથી એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો. અને ખુબજ આક્રોશ પૂર્વક

જણાવવામાં આવ્યું કે હવે જો ઉકેલ નહીં આવે તો અમે ફાટસર ના રહીશો નગરપાલિકા વિરુદ્ધ

ઉગ્ર આંદોલન કરીશું.

One thought on “જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version