ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી.

181 અભયમ્ હેલ્પલાઇન એટલે મહિલાઓ માટે સરકારશ્રી તરફથી સુરક્ષાનું અભય વચન.

જિલ્લામાં 181 અભયમ્ હેલ્પલાઇન પર  જાન્યુઆરી ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ સુધીમાં કુલ ૯૦૦ થી વધુ કોલ મળ્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૮૧  અભયમ્ મહિલા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી.

કોઈપણ સમાજ, રાજ્ય કે દેશની પરિસ્થિતિનો ચિતાર ત્યાં વસતી મહિલાઓના સ્થાન અને મહત્વ પર નિર્ભર હોય છે.

આપણા રાજ્યમાં મહિલા ઉત્કર્ષ, સ્ત્રી સશક્તિકરણની દિશામાં અનેકવિધ વિકાસ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા

નારીશક્તિને સન્માનભેર, સ્વાવલંબી અને ગૌરવપુર્ણ જીવનના અધિકારી બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી

રહ્યા છે. જેના પરિણામે આજે આપણા રાજ્યની બહેનો, માતાઓ અને દિકરીઓ ગુણવત્તાસભર અને સ્વાસ્થ્યપ્રદ

જીવન જીવી રહી છે.

૧૮૧  અભયમ પ્રોજેક્ટ આજદિન સુધી મહિલાઓ માટે ખરા અર્થમાં સંકટ સમયનો સાથી સાબિત થયો.

ગુજરાતની મહિલાઓને  અભય અને સશકત બનાવવા તેમજ સલામતી અને સુરક્ષા પૂરી પાડવા રાજ્ય સરકારશ્રીએ

વર્ષ ૨૦૧૪ માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ ૨૦૧૫ માં ૮  માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી શરૂ કરેલો

૧૮૧  અભયમ્ હેલ્પલાઈન પ્રોજેક્ટ આજદિન સુધી મહિલાઓ માટે ખરા અર્થમાં સંકટ સમયનો સાથી સાબિત થયો છે. ‘

મહિલા હેલ્પલાઈન’ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ,

ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત ૧૮૧  અભયમ્ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી.

મુશ્કેલીના સમયે બહેનોની મદદ માટે હંમેશા ખડેપગે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટીમ અભયમ્ મુશ્કેલીના સમયે બહેનોની મદદ માટે હંમેશા ખડેપગે છે. ૧૮૧ ની ટીમે અનેક મહિલાઓને

મુશ્કેલીમાંથી ઉગારીને સુરક્ષિત કરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇનથી જાન્યુઆરી ૨૦૨૧  થી

જૂન ૨૦૨૨ સુધીમાં કુલ ૯૦૦ થી વધુ બહેનોને સલાહ, સુચન, માર્ગદર્શન મળ્યું છે. જ્યારે કાઉન્સિલરોની ટીમે ૨૦૦ થી વધુ

મહિલાઓને સ્થળ પર જઈને જરૂરી મદદ પુરી પાડી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અભયમ્ હેલ્પલાઇનની ટીમે સમયસર પીડિત

મહિલાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં સુરક્ષાકવચ પ્રદાન કર્યું છે.

જાન્યુઆરી,૨૦૨૧ થી જુન,૨૦૨૨ સુધીમાં અભયમ્ હેલ્પલાઈનની ટીમને કુલ ૯૦૦ થી વધુ કોલ.

જાન્યુઆરી,૨૦૨૧ થી જુન,૨૦૨૨ સુધીમાં અભયમ્ હેલ્પલાઈનની ટીમને કુલ ૯૦૦ થી વધુ કોલ મળી ચુક્યા છે. જેમાંથી

કુલ ૨૦૦ થી વધુ મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા સુરક્ષા માટે અભયમ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૬૦૦

થી વધુ કેસનું અભયમ્ હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું છે. જ્યારે બાકીના કેસને લોન્ગ કાઉન્સેલીંગ, પોલીસ કેસ,

સખી વન સ્ટોપ સેન્ટર મારફતે આગળ વધારવામાં આવ્યા છે.

મહિલાઓને

મહિલાઓનેજાગૃત કરવા તાલીમ શિબિર, ડેમોન્સ્ટ્રેશન, કાયદાકીય શિબિર .

આટલું જ નહીં સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા, સલામતી અને

કાયદાકીય બાબતો અંગે જાગૃતિ આવે તે માટે અભયમ્ હેલ્પલાઈનની ટીમ સતત કાર્યરત છે. ૧૮૧ ની ટીમ મહિલાઓને

જાગૃત કરવા તાલીમ શિબિર, ડેમોન્સ્ટ્રેશન, કાયદાકીય શિબિર અને રૂબરૂ મુલાકાતનું પણ સમયાંતરે આયોજન કરે છે.

સુરેન્દ્રનગરમાં ૨ કાઉન્સેલર બહેનો, ૩  કોન્સ્ટેબલ તેમજ ૨ પાયલોટ સાથે ૧૮૧ અભયમની ટીમ જિલ્લાની દરેક

જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવા તત્પર છે.

૧૮૧  હેલ્પલાઈન થકી મહિલાઓને ક્યા ક્યા પ્રકારે મદદ મળે છે ?

આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ બહેનો સાથે થતા શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમાં સતામણી, હિંસા

અને સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત

અન્ય પ્રકારની મુસીબતોમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ સેવાના માધ્યમથી મહિલાઓને 181 નંબર થકી તાત્કાલિક

બચાવ, ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવાઓથી તેમની સમસ્યાનો નિરાકરણ લાવવામાં

આવે છે. આ સેવાનો લાભ રાજ્યની કોઇપણ કન્યા, યુવતી કે મહિલા લઇ શકે છે. મહિલાને મદદરૂપ થવા ઇચ્છતા કોઇપણ પુરુષ

આ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્યની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.

દેશમાં પ્રથમ ઇન્ટિગ્રેટેડ ૧૮૧  અભયમ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી.

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર દેશમાં પ્રથમ ઇન્ટિગ્રેટેડ

૧૮૧  અભયમ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે ‘અભયમ’ યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ

રાજ્ય છે. ગુજરાતમાંથી પ્રેરણા લઈને અનેક રાજ્યોએ સરકારશ્રીનું આ પગલું અનુસર્યું છે.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version