રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી આડા મુક્યા છે

વઢવાણ ની જનતા ની વીરોધ કરવાની નવી રીત…માફ કરજો રસ્તા કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી આડા મુક્યા છે

લખેલ બેનર લગાવતા સોસીયલ મીડીયા મા વાયરલ….

વઢવાણ જીઆઇડીસીને જોડતો કોઝવે અચાનક પાલિકા દ્વારા બંધ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ દરમિયાન માફ કરજો આ કોઝવે પર પુલ કે રસ્તો બનાવવાની અમારી ત્રેવડ ન હોવાના લખાણ ચોટાડાતા ચકચાર ફેલાઇ છે. ત્યારે ધોળીધજા છલકાવવાની તૈયારી હોવાથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે.વઢવાણ પાલિકાના રૂ.20 કરોડની ગ્રાંટ પડી હતી. પરંતુ સુરેન્દ્રનગર-વઢવાણ પાલિકા સંયુક્ત થતા હવે આ ગ્રાંન્ટ વાપરવાની તજવીજ શરૂ થઇ છે.

ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

જેમાં વઢવાણ જીઆઇડીસી કોઝવે માત્ર રિપેરિંગ કરવાની ચર્ચા શરૂ થતા હવે આ ગ્રાન્ટ વાપરવાની તજવી જ શરૂ થઇ છે. જેમાં વઢવાણ જીઆઇડીસી કોઝ વે માત્ર રિપેરિંગ કરવાની ચર્ચા શરૂ થતા વઢવાણ વાસીઓમાં રોષ ફેલાયો છે. હાલ ધોળીધજા ડેમ છલકાવાની તૈયારીમાં હોવાથી પાલિકા જીઆઇડીસી કોઝ વે બંધ કરવા ટ્રેક્ટરના ટ્રોલી  કે કચરાની પેટી  આડી મુકાઇ હતી. આ દરમિયાન કોઇ અજાણ્યા શખસોએ માફ કરજોની લખાણના બેનર ચોડી દીધા હતા.

ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.

રસ્તા  કે પુલ બનાવવાની અમારી ત્રેવડ કે હેસિયત નથી. જેથી અહીં ટ્રેક્ટર ટ્રોલી  આડા મુક્યા છે. જે બાકી વરસાદ આવે એટલે અમારા આવા નાટક ચાલુ રહેશે. આ ઘટના બાદ પાલિકાના સત્તાધીશો અને તંત્રમાં દોડધામ મચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: