મુખ્યમંત્રી ભુપેંદ્રભાઇ પટેલ

ડબલ  ફોર્ટિફાઇડ મીઠાનાં વપરાશ અને ગુણવતા

 અંગે ભ્રામક વાતોમાં ના આવવું

NFSA રેશનકાર્ડ ધારકો, શાળાના બાળકો તેમજ આંગણવાડીનાં

બાળકોને ડબલ ફોર્ટિફાઇડ મીઠાનું વિતરણ કરાય છે

જાહેર મા ખુલ્લી તલવારો સાથે દક્ષીણ ની ફીલ્મો જેવા મારામારી ના દ્રષ્યો….

ડબલ ફોર્ટિફાઈડ મીઠાનાં નિયમિત ઉપયોગથી

આયર્ન અને આયોડિનની ઉણપ પૂરી થાય છે

વ્યક્તિનાં શારીરિક તથા માનસિક વિકાસમાં સહાયરૂપ બને છે

પશુઓમા લમ્પી રોગના સંદર્ભે કેંદ્રીય ટીમ કોંઢ અને રતનપર ની મુલાકાતે….

રિફાઈન્ડ આયોડિનયુક્ત મીઠાની યોજનાને બદલે ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવાની યોજના….

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા, મધ્યાહ્ન ભોજન યોજના તેમજ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકો, શાળાના બાળકો તેમજ આંગણવાડીનાં બાળકોને ડબલ ફોર્ટિફાઇડ મીઠું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થી કુટુંબો અને બાળકોને આયર્ન અને આયોડિન પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ આયોડિનની ઉણપથી થતા રોગો અને એનીમિયા જેવા રોગોનું પ્રમાણ ઘટાડી શકાય. ડબલ ફોર્ટિફાઈડ મીઠાનો નિયમિત ઉપયોગ વ્યક્તિનાં શારીરિક તથા માનસિક વિકાસમાં સહાયરૂપ, શક્તિ અને બુદ્ધિવર્ધક, સામાન્ય વૃદ્ધિ તેમજ શરીરમાં લોહીની ઉણપથી બચાવમાં મદદરૂપ હોઈ રિફાઈન્ડ આયોડિનયુક્ત મીઠાની યોજનાને બદલે ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવાની યોજના અમલમમાં મૂકવામાં આવી છે. આ ડબલ ફોર્ટિફાઇડ મીઠું ફક્ત સરકારની વિતરણ વ્યવસ્થા હેઠળ NFSAમાં સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકો, શાળાના બાળકો તેમજ આંગણવાડીનાં બાળકો માટે જ ઉપલબ્ધ છે. આ મીઠું હાલ ખુલ્લા બજારમાં મળતું નથી જેની નોંધ લઈ ડબલ ફોર્ટિફાઇડ મીઠું સામાન્ય મીઠા કરતા થોડું અલગ પડતું હોવાથી તેના વપરાશ અને ગુણવતા અંગે કોઈ ગેરસમજ ન સેવવા તેમજ ભ્રામક વાતોમાં ન આવવા માટે પુરવઠા અધિકારીની આ અખબારી યાદીમાં જણાવાયું છે.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજ્ન્ય થી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: