સસ્પેન્ડેડ મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી
ભલગામડા થી પકડાયા.
બીબીસી ગુજરાતી ની માહિતી પ્રમાણે, કચ્છમાં સીઆઈડી ક્રાઇમનાં સસ્પેન્ડેડ મહિલા
પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતા. જોકે, ગુજરાત
એટીએસે મંગળવારે લિંબડી પાસે આવેલા ભલગામડા ગામે થી અટકાયત કરી હતી.
બુટલેગર યુવરાજસિંહ ના સંબંધીઓ દ્વારા નીતા ચૌધરી ની રહેવાની ગોઠવણ.
બીબીસી ગુજરાતી ની માહિતી પ્રમાણે, તથાકથિત બુટલેગર યુવરાજસિંહ ના સંબંધીઓ દ્વારા
નીતા ચૌધરી ની રહેવાની ગોઠવણ કરવામાં આવી હતી.
गुजरात के लोगों की राय लोकसभा चुनाव – 2024। विष्लेषण पार्ट – 1 ।
કથિતપણે છ પોલીસકર્મીઓને કચડી નાખવાનો આરોપ.
મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજસિંહ સાથે દારૂની હેરફેર કરતા પકડાયાં હતા.
નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાએ કથિતપણે છ પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારબાદ કચ્છની પોલીસે 30 જૂને તેની ધરપકડ કરી હતી. જોકે, નીતા ચૌધરી ત્યાંથી નાસી છૂટ્યાં હતાં.
એટીએસે ગઈકાલે લિંબડી પાસે આવેલ ભલગામડામાંથી મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ની
ફરીથી ધરપકડ કરી હતી.
સુરતમાં ૪ વર્ષની દીકરી પર દુષ્કર્મ થતાં ચકચાર…
લીંબડી ડીવીઝનના ડીવાયએસપી વી. એમ. રબારીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
આ વિશે લીંબડી ડીવીઝનના ડીવાયએસપી વી. એમ. રબારીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું, “આ મહિલા કૉન્સ્ટેબલ એક બુટલેગર સાથે દારૂના જથ્થા સાથે કચ્છના ભચાઉ
પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયાં હતાં. ત્યારબાદ મહિલા કૉન્સ્ટેબલને જામીન મળ્યા હતા. જોકે,
પોલીસે તેમના જામીનને રદ કરાવવામાં સફળતા મળી હતી, પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યાં હતાં.”
ડીવાયએસપી વી. એમ. રબારીએ વધુમાં જણાવ્યું, “કાલે સાંજે સમાચાર વહેતા થયા હતા કે એટીએસની
ટીમે મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ની લિંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગામડા ગામમાંથી
ધરપકડ કરી હતી. એટીએસની ટીમ તેને લઈને જતી રહી છે. એટીએસનો અમારી ટીમ સાથે કોઈ સંપર્ક ન હતો.
અમને હાલમાં આગળની કાર્યવાહી કરવા બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. અમને જો કોઈ
આદેશ આપવામા આવશે તો અમે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરીશું.
One sided victory for Congress in Karnataka. Modi magic fail.
બુટલેગર સાથે મહિલા કૉન્સ્ટેબલ.
ગુજરાત પોલીસ દ્વારા ફરજ પર રીલ નહીં બનાવવા તથા સોશિયલ મીડિયા ઉપર સંયમપૂર્વક વર્તવા માટે સૂચના
આપવામાં આવી છે. છતાં નીતા ચૌધરી ઇન્સ્ટાગ્રામ ઉપર નિયમિત રીલ મૂકતાં. સોશિયલ મીડિયા પર તેઓ
નોંધપાત્ર ફૉલોઅર્સ ધરાવે છે.
( સોર્સ : બીબીસી ગુજરાતી ની માહિતી પ્રમાણે )