સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરનો વર્તમાન સમયે તેજ ગતીએ વિકાસ થઇ રહયો છે. શહેરમાં અનેક નવી સોસાયટીઓ અને બિલ્ડીંગો બની રહી છે. પરંતુ કેટલીક બિલ્ડીંગના માલિકોએ પ્લાન પાસ કરાવતી વખતે દર્શાવેલી વિગતોને નેવે મુકીને જગ્યા ઉપર ખોટી રીતે બાંધકામ કરવામાં આવ્યુ હોવાની ચોકાવનારી વિગતો સંકલન સમિતિમાં ધ્યાને આવી હતી.

શુક્રવારે મળેલી બેઠકમાં શહેરમાં હાલના સમયે ધ્યાનમાં આવેલી બીયુ પરમીશન વગરની 77 જેટલી બિલ્ડીંગને નોટીસ આપીને 15 દિવસમાં બીયુ પરમીશન લેવા માટે તાકીદ કરવામાં આવશે. સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા વિસ્તારમાં ખાસ કરીને જૂના મકાનો પાડીને તેની જગ્યાએ નવી બિલ્ડીંગો બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જમીન એનએ કરીને ત્યા મકાનો પણ મોટી સંખ્યામાં બની રહયા છે.શહેરમાં એવી ઘણી બિલ્ડીંગો છે કે જેમણે પ્લાન તો પાસ કરાવી લીધા છે.પરંતુ પરંતુ સ્થળ ઉપર જે બાંધકામ કરેલુ છે તે પ્લાન મા દર્શાવ્યા મજુબનું નથી. આ બાબતે સંકલન સમિતિમાં રજૂઆત કરવામાં આવી હતી.

બીયુ પરમિશન શું છે નિયમ અનુસાર શહેરમાં જયારે પણ કોઇ બિલ્ડીંગ કે મકાન બનાવે ત્યારે તેને પ્લાન પાસ કરવાનો હોય છે. પ્લાન પાસ થઇ ગયા બાદ જે તે વ્યકિતએ પ્લાન માં દર્શાવ્યા મુજબ જ બાંધકામ કરવાનું હોય છે. પ્લાન મુજબ બાંધકામ કરવામાં આવ્યુ છે તેના માટે બીયુ પરમીશન આપવામાં આવે છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI પી.કે ગોહિલ અને ભૂમાફિયાઓના ત્રાસ અને ધમકીઓથી કંટાળી આધેડનો આપઘાત

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *