સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજના ૬ થી સવારના ૬ સુધી રેતીના વેચાણ અથવા હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધ….
સુરેન્દ્રનગર જિલ્લાના તથા અન્ય જિલ્લાના ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહેર અવરજવર કરતી વ્યક્તિ, પશુઓ વિગેરેને અકસ્માત થવાના પ્રસંગો બનતા હોઇ, સુરેન્દ્રનગર જિલ્લાના રેતીના ખનન કરનારા પરવાનાદારોના ડમ્પર, ટ્રક વિગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઇવે તેમજ કાચા પાકા રસ્તાઓ થકી થાય છે. જેના કારણે રાત્રિના અકસ્માતોના બનાવ વધવા પામેલ છે. સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
અંધારાનો ગેરલાભ લઈ ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃતિને ઉત્તેજન ના મળે તેના માટે લેવાયો નીર્ણય…
રાત્રિના સમયે થતા રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદાર ગામ લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડરો/રેતી સ્ટોક પરવાનેદાર સાથે અવાર-નવાર ઘર્ષણ થતું હોવાથી રજુઆતો/ફરિયાદો પણ કરવામાં આવે છે. રાત્રિના સમયે રેતીનું વેચાણ થવાથી અંધારાનો ગેરલાભ લઈ ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃતિને ઉત્તેજન મળે છે. જેથી ગેરકાયદેસર રેતીનું વહન અટકે, જાહેર શાંતિ અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે માટે જાહેર જનતાના હિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના સમયે રેતી સ્ટોકનો પરવાનો ધરાવનાર દ્વારા થતાં રેતીના વેચાણ ઉપર નિયમન કરવું જરૂરી જણાય છે.
સુરેન્દ્રનગર ખાતે ભૂકંપની બચાવ – રાહત કામગીરીની અદ્દભૂત મોક એક્સસાઇઝ યોજાઇ..
તા.૧૭/૦૫/૨૦૨૨ સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં સાંજના ૬-૦૦ કલાકથી સવારના ૬-૦૦ કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન. ડી. ઝાલાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ આ જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.૧૭/૦૫/૨૦૨૨ સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં સાંજના ૬-૦૦ કલાકથી સવારના ૬-૦૦ કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તથા ગુજરાત માઈન્સ એન્ડ મિનરલ એક્ટ અન્વયે રેતી ખનન સમયે તેમજ અન્ય તમામ કાયદા/નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.
વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ સોસીયલ મીડીયામા વાયરલ….
જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ તથા પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરિયાદ….
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ-૧૯૫૧ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧(૨) હેઠળ ત્રણ માસ સુધી કેદની સજા થઈ દંડને પાત્ર થશે. આ હુકમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ તથા પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર તરફથી,,,
[…] સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા… […]
[…] સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા … […]
[…] સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા … […]
[…] સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા … […]