સુરેન્દ્રનગર માં સિટી બસ સેવા નો પ્રારંભ.સુરેન્દ્રનગર માં સિટી બસ સેવા નો પ્રારંભ.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના

વિવિધ વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને

ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ

ચેન્જના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ

ખાતે યોજાયો હતો.

સુરેન્દ્રનગર માં સિટી બસ સેવા નો પ્રારંભ.
સુરેન્દ્રનગર માં સિટી બસ સેવા નો પ્રારંભ.

સુરેન્દ્રનગર માં સિટી બસ સેવા નો પ્રારંભ.

આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

આપતાં જણાવ્યું હતું કે, આજના શુભ દિને સુરેન્દ્રનગરવાસીઓને વિશેષ વિકાસ કામોના લાભો

મળવાના છે. નાગરિકોની સુખાકારી સુવિધામાં વધારો કરતા અનેક વિકાસ કામોના આજે

લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ

સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. ધોળીધજા ડેમ સરકારની મદદથી હંમેશા ભરાયેલો

રહે અને ડેમની ફરતે સુંદર મજાનું લાઇટિંગ થાય, લોકો રાત્રે પણ ત્યાં બેસવા જઈ શકે તેવી

વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં

મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત ૮ સિટી બસોને લીલી ઝંડી આપી ઝાલાવાડવાસીઓ માટે

લોકાર્પિત કરવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા
કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા

અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ.

આ તકે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આપણી આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં

જેમના બલિદાનની ગાથા છે એવા નામી-અનામી, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ

શ્રદ્ધાંજલિ અર્પણ કરી, નગરજનોને સ્વાતંત્ર્ય પર્વ અને પતેતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.

વિવિધ  વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું . 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રૂા. ૨૦૭.૭૯ લાખનાં ખર્ચે નવનિર્મિત સ્નાનાગાર,

લાયબ્રેરી, જીમ તથા અમૃત ૨.૦ હેઠળ નવનિર્મિત કવિશ્રી દલપતરામ બાગનું લોકાર્પણ

તેમજ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતિયાપરા સુધી લોઅર લેવલ પુલ (બ્રિજ) અને

અમૃત-૨.૦ યોજના અંતર્ગત ૫૦ લાખ લીટરનો સમ્પ, રાઈઝીંગ મેઈન લાઈન, પંપ હાઉસ,

મશીનરીની કામગીરી અને ૧૦ લાખ લીટરની ઈએસઆર ટાંકી, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક,

કમ્પાઉન્ડ વોલ વગેરે કામગીરીનાં અંદાજે રૂા. ૨૬૪૦.૮૪ લાખનાં કામોનું ખાતમુહૂર્ત

કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ,

 નગરપાલીકાની જુદી જુદી સમિતિના ચેરમેન, સદસ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ, સર્વે

અગ્રણીશ્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, શંકરભાઈ વેગડ સહિતના જિલ્લા

પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી કે. સી. સંપટ,

 વઢવાણ પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા, ચીફ ઓફિસર શ્રી સાગર રાડીયા સહિત સંબધિત

વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત

રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *