ખેડૂતોને ફરજીયાત “e-KYC” અને બેંક ખાતા “સિડિંગ” કરવા અનુરોધ.ખેડૂતોને ફરજીયાત “e-KYC” અને બેંક ખાતા “સિડિંગ” કરવા અનુરોધ.

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના(PM-KISAN) હેઠળ

લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” અને બેંક ખાતા

“આધાર સિડિંગ” કરવા અનુરોધ.

ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” અને બેંક ખાતા

“આધાર સિડિંગ” કરવા અનુરોધ.

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે,ભારત
સરકારશ્રી દ્રારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના વર્ષ-૨૦૧૯થી અમલમાં
મુકવામાં આવી છે. (PM-KISAN) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક
રૂ.૬૦૦૦/ સહાય ૩(ત્રણ) હપ્તામાં ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. PM-KISAN યોજનાનો
લાભ લેવા માટે ખેડૂતોએ “આધાર e-KYC” અને બેંક ખાતા સાથે “આધાર સિડિંગ” કરાવવું ફરજીયાત
છે.

ભ્રસ્ટાચાર ની પોલ ખોલતા જોરાવર નગર મા નગરપાલીકાના

કોંટ્રાકટર દ્વારા જાહેરમા ધમકી ઉપર નો વીડીઓ જુઓ અને

ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

 

લાભાર્થી ખેડૂત જાતે “આધાર e-KYC” કરી શકશે.

આ માટે લાભાર્થી ખેડૂત જાતે “આધાર e-KYC” કરી શકશે. જે માટે પી.એમ.કિસાન પોર્ટલ પર
OTP મોડ દ્વારા e-KYC કરી શકાશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા
કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધાર e-KYC કરાવી શકાશે.
આ યોજનાનો લાભ એપ્રિલ-૨૦૨૨થી “આધાર બેઝડ” પેમેન્ટના અનુસાર કરવામાં આવી રહ્યો
છે. લાભાર્થી ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ
ચુકવવામાં આવશે. જેથી જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય
તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી “આધાર સિડિંગ” કરાવી લેવાનું રહેશે તેમ વધુમાં
જણાવાયું છે.

બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી.

3 thoughts on “ખેડૂતોને ફરજીયાત “e-KYC” અને બેંક ખાતા “સિડિંગ” કરવા અનુરોધ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *