ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના
સભ્યશ્રી કમલેશભાઈ રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સભ્યશ્રી કમલેશભાઈ રાઠોડ
તા. ૨૭ અને ૨૮ માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાતમાં
તેમણે જિલ્લાની બાળ અધિકાર સબંધિત સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી તથા પાટડી તાલુકાની
તમામ કચેરી/સંસ્થાઓની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બાળ કલ્યાણ સમિતિ,
સમાન નાગરિક સંહિતા અંગે બેઠક યોજાઈ.
બાળ સંભાળ ગૃહ, વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે દત્તક વિધાન હેઠળ ૦૬ માસની બાળકીને પૂર્વ
દત્તક ગ્રહણમાં માતા-પિતાને સોંપવામાં આવી હતી. બેહરા મૂંગા શાળા, આંગણવાડી કેન્દ્રો,
પ્રાથમિક શાળા, અગરિયા વિસ્તારની રણ શાળા, મધ્યાહન ભોજન કેન્દ્ર, મોડેલ સ્કૂલ, કસ્તુરબા
ગાંધી બાલિકા વિદ્યાલય, ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન, સબ જેલ (મહિલા સેલ), સમાજ કલ્યાણ
સુરેન્દ્રનગર માં રેઢિયાર પશું નો ત્રાસ તંત્ર અજાણ ..
વિ.જા, (લોક વિદ્યાલય) સમાજ કલ્યાણ અ.જા (મોંઘીબેન કન્યા છાત્રાલય)ની પણ મુલાકાત કરી હતી.
જેમાં ખાસ કરીને બાળકો સંબંધિત શૈક્ષણિક, રમત-ગમત, ન્યુટ્રીશન, રહેવા-જમવા અંગેની તમામ
વ્યવસ્થાઓનું રૂબરૂ નિરીક્ષણ કરી કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનો કર્યા હતાં.
આ મુલાકાતમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા તથા સંબધિત તમામ વિભાગના
અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.