ગુજરાત મા ''ગુલાબ '' વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે.. ગુજરાત મા ''ગુલાબ '' વાવાઝોડુ ગયુ, હવે ’’ શાહિન ‘’ વાવાઝોડાનો ખતરો, આગામી ત્રણ દિવસ ભારે..

ગુજરાત મા માં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ ૬૦  કિલોમીટરની છે. જે આવતીકાલે ૮૦ થી ૯૦  કિ.મી. વચ્ચેની રહેશે. જે પહેલી ઓક્ટોબરે ૧૩૦  કિલોમીટર સુધીની થવાની સમ્ભાવના  છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું ડીજાસ્ટર મેનેજમેંટ તંત્ર ને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાનો રેકોર્ડ બનાવીએ.

૮  વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ૬૦  કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે

​​​​​​​૨૯  સપ્ટેમ્બરના સાંજના ૮ વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, કચ્છ અને દીવમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન વીજળીના કડાકા સાથે ૬૦ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ભરુચમાં પણ ૪૦  કિલોમીટર ની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.

શાહિન વાવાઝોડાની ૩૦ સપ્ટે.ની સવારે ડિપ્રેશનની અસર જોવા મળી શકે

અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ૩૦  સપ્ટેમ્બરની સવારે ડિપ્રેશનની અસર જોવા મળી શકે છે. ગુલાબ વાવાઝોડુ શાહિનમાં આવતી કાલે પરિવર્તિત થશે. ત્યાર બાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાન સુધી પહોંચશે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ૨૯  સપ્ટેમ્બરે બપોરે બે વાગે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે.

ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *