ચાર રાજ્ય મા ભાજપનો ભગવો.પંજાબમા કેજરીવાલ સરકાર…
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણીપુર એમ ચાર રાજ્ય મા ભાજપનો ભગવો.પંજાબમા કેજરીવાલ સરકાર બની રહી છે.

૪ રાજ્યોમાં જીત પછી વડાપ્રધાન નરેંદ્રમોદી એ કહ્યું કાર્યકર્તાઓ વાયદો કર્યો હતો ૧૦ માર્ચથી હોળી રમીશું, વાયદો પૂરો પણ કર્યો; યુપીના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો..
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ૪ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી આજે સાંજે દિલ્હી પાર્ટી કાર્યાલયમાં જીતની ઉજવણી શરૂ થઈ ગઈ છે.. ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા છે. આજે અહીં વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે.

આ પણ વાચો – રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટ્સ…..
વડાપ્રધાન મોદીએ વિપક્ષ સામે આકરા પ્રહાર કર્યા….
મોદીએ કહ્યું કે, આજે અમે જોઈ રહ્યા છીએ કે જે નિષ્પક્ષ સંસ્થાઓ, ભ્રષ્ટા૪ વિરુદ્ધ કાર્યવાહી કરે છે, આવા લોકો અને તેમના ઈકોસિસ્ટમ, તે સંસ્થાઓને બદનામ કરવા માટે મેદાનમાં આવે છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે, કૌભાંડોથી ઘેરાયેલા લોકો એકજૂથ થઈને તેમની ઈકો સિસ્ટમની મદદથી આ સંસ્થાઓ પર દબાણ લાવે છે.

યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી છે…
વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર આખી દુનિયા ઉપર જોવા મળી રહી છે. ભારત તેમાં શાંતિ ઈચ્છે છે. આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. ક્રૂડ ઓઈલથી લઈને કોલસા અને ગેસ વગેરેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી છે.
આ પણ જુઓ – ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….

