ડેરી નો પુલ તા.૨૧/૧૨/૨૦૨૪ થી તા.૦૪/૦૧/૨૦૨૫
સુધી તમામ વાહનો માટે બંધ.
સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર આવેલ મેજર બ્રિજ ઉપર તા.૨૧/૧૨/૨૦૨૪ થી
તા.૦૪/૦૧/૨૦૨૫ સુધી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા નું
પ્રતિબંધ/ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ
રાજકોટ તરફથી સુરેન્દ્રનગર, અમદાવાદ અને અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર, રાજકોટ તરફ
આવતાં તમામ વાહનો માટે પ્રતિબંધ/ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતાં અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા.
સુરેન્દ્રનગર માં સિટી બસ સેવા નો પ્રારંભ.
બેરીંગ ચેન્જ કરવાની હોવાથી પુલ બંધ કરાશે.
સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર આવેલ મેજર બ્રિજના સુપર સ્ટ્રક્ચરને લિફ્ટ કરી બેરીંગ ચેન્જ કરવાની
કામગીરી કરવાની થતી હોવાથી, સદર રોડ ઉપરના વાહન વ્યવહારના ટ્રાફિકને ડાયવર્ટ કરવો જરૂરી છે.
આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા તા.૨૧/૧૨/૨૦૨૪ થી તા.૦૪/૦૧/૨૦૨૫ સુધી
નીચે દર્શાવેલ રૂટો ઉપર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં
આવ્યું છે.
સસ્પેન્ડેડ મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ભલગામડા થી પકડાયા.
વિવિધ રુટ ના વાહનો એ નીચે મુજબના રૂટ નો ઉપયોગ કરવો.
રાજકોટ તરફથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જવા માટે
આ જાહેરનામાં મુજબ, રાજકોટ તરફથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જવા માટે
રાજકોટ તરફથી આવતા ભારે વાહનોએ મેક્સન સર્કલ-ગણપતિ ફાટક-ઘરશાળા
રોડ-ધોળી પોળ- ગેબનશાહ પીર થઈ અમદાવાદ તરફ જવાનું રહેશે.
રાજકોટ તરફથી આવતા અન્ય વાહનોએ મેક્સન સર્કલ-ગણપતિ ફાટક-ઘરશાળા
રોડ- જી.આઈ.ડી.સી. કોઝવે-ડીમાર્ટ-ગેબનશાહ પીર થઈ અમદાવાદ તરફ જવાનું રહેશે.
અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર આવી રાજકોટ તરફ જવા માટે
– અમદાવાદ થી આવતા સુરેન્દ્રનગર થઈ રાજકોટ તરફ જતા ભારે વાહનોએ ગેબનશાહ
પીર-ડીમાર્ટ- જી.આઈ.ડી.સી. કોઝવે-ઘરશાળા રોડ-ગણપતિ ફાટક-મેક્સન સર્કલ થઈ
રાજકોટ તરફ જવાનું રહેશે.
– અમદાવાદથી આવતા સુરેન્દ્રનગર થઈ રાજકોટ તરફ જતા અન્ય વાહનોએ ઉપાસના
સકલ- એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ-રિવરફ્રન્ટ- જિલ્લા પંચાયત ત્રણ
રસ્તા-નવા સર્કિટ હાઉસ રોડ થઈ રાજકોટ તરફ જવાનું રહેશે
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
[…] […]