Russia-Ukraine crisisRussia-Ukraine crisis latest updates

પુતિનની યુદ્ધની જાહેરાત

પુતિનની યુદ્ધની જાહેરાત   UNSC ની બેઠક વચ્ચે જ થઇ  હતી. રુશ  – યુક્રેન તણાવ પર જ  UNSC ની આ બેઠક ચાલી રહી છે, હવે રુશ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. યુએસ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના પૂર્વ નિર્દેશક નું કહેવું છે કે પુતિને નાટોને શીત યુદ્ધના અંત પછી સૌથી મોટી ભેટ આપી છે. આ જોખમને કારણે નાટો ફરી એક થઈ ગયું છે. પુતિન રુશ મહાન બનાવવા ઇચ્છે છે, પરંતુ તેમણે પોતાના કાર્યોથી નાટોને ફરીથી મહાન બનાવ્યું છે.

રુશ યુક્રેન યુદ્ધ

રુશ યુક્રેન ના મુખ્ય અપડેટ..

યુક્રેનની રાજધાની કિવ સહિત ૨૩ શહેર પર એકસાથે હુમલો, રુશ એ એરપોર્ટ બંધ કર્યા

પુતિને નાટો-અમેરિકાને પણ આપી ધમકી, કહ્યું – વચ્ચે આવનારાઓને પણ પરિણામ ભોગવવાં પડશે

યુક્રેનની રાજધાની કિવમાં અનેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે. કિવ એરપોર્ટ ખાલી કરવામાં આવ્યું છે.

રશિયાએ કિવમાં પણ મિસાઈલ હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

રુશ  ના  હુમલા બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. યુક્રેન તરફથી યુદ્ધ રોકવાની અપીલ કરવામાં આવી છે.

રશિયા ના  સૈનિકો ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરી રહ્યા છે. બે લાખથી વધુ રશિયા ના સૈનિકો સરહદ પર તહેનાત છે.

UN ચીફે પુતિનને કહ્યું હતું કે યુક્રેન પર હુમલા કરતાં તમારા જવાનોને અટકાવો. યુક્રેનના મુદ્દે UNની ત્રણ દિવસમાં બીજી બેઠક યોજાઈ.

યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સની સ્પેશિયલ ફ્લાઈટ ૧૮૨  ભારતીયોને લઈને દિલ્હી લેન્ડ થઈ.

આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?

રુશ યુક્રેન યુદ્ધ

યુએનમાં રુશ વિરુદ્ધ  લેવાઈ શકે છે નિર્ણય

યુક્રેન પર મિસાઈલ હુમલો

યુક્રેનનાં ૧૨  શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ૧૨  શહેર પર બેલેસ્ટીક  મિસાઈલ થી હુમલો કરવામાં આવ્યો છે.

રુશ યુક્રેન યુદ્ધ

બાઈડેને કહ્યું- પુતિનને જવાબ આપવામાં આવશે

પુતિનની યુદ્ધની જાહેરાત બાદ તરત જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પુતિનના આ પગલાની નિંદા કરી હતી. આ બાબતે બાઈડેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, પુતિનના આ નિર્ણયના ખૂબ જ ખરાબ પરિણામ આવશે. આ બાબતે સમગ્ર વિશ્વ અમેરીકા અને નાટો  સાથે છે, પુતિનના આ નિર્ણય સામે તેમને જવાબ આપવામાં આવશે. રુશ ના હુમલા બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. યુક્રેન તરફથી યુદ્ધ રોકવાની અપીલ કરવામાં આવી છે. યુક્રેન પર રુશ ના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે આ હુમલાથી થનાર મૃત્યુ અને વિનાશ માટે એકલું રુશ જ જવાબદાર છે. અમેરિકા અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે. વિશ્વ આ માટે રશિયાને જ જવાબદાર માનવામાં આવશે.

આ પણ વાચો –  દુનીયા ત્રીજા વીશ્વ યુદ્ધ ની એકદમ નજીક…..

 

3 thoughts on “પુતિનની યુદ્ધની જાહેરાત….યુક્રેન ઉપર રશીયા નો ભીષણ હુમલો… યુદ્ધ શરુ..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version