પેપર લીક કૌભાંડ ની ફેકટરી એટલે ગુજરાત…
ગુજરાત માં પેપર ફૂટવાની ઘટના છાશવારે બની રહી છે જાણે કે ગુજરાત પેપરલીંક કૌભાંડની ફેકટરી હોય તેમ પેપર લીક ની ઘટના બનતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. પછી એ કોઇ પણ પરીક્ષા કેમ ના હોય, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર હોય કે ગુજરાત શિક્ષણ બોર્ડ કે પછી યુનિવર્સિટી માં એક બાદ એક પેપરલીંક થવાની ઘટના નિરંતર ચાલી રહી છે થોડાક દિવસ આગાઉ પાટણની યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરિતી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી તેના લઇ તમામ ઉમેદવારોના પરિણામો સ્થગિત થયા હતા તો વધુ એક યુનિવર્સિટી પેપર ફૂટવાને લઇ વિવાદમાં આવી છે.

સુરતના વીર નર્મદ યુનિવર્સિટી નું બી કોમ સેમ – ૬ ઇકોનોમીક્સ નું પેપર ફુટ્યુ હોવાના અહેવાલ….
સુરતના વીર નર્મદ ગુજરાત યુનિવર્સીટીનું બી કોમનું પેપર ફુટ્યુ હોવાનું અહેવાલ મળી રહ્યા છે જેમાં બી કોમની લેવાયેલી સેમ ૬ ની ઇકોનોમિકસનું પેપર ફૂટયુ હોવાનો દાવો સેનેટ ના સભ્ય એવા ભાવેશ રબારી દ્ઘારા કરવામાં આવી રહ્યો છે જે ગઇકાલે રાત્રે પેપર લીક થયુ હોવાનું દાવો ભાવેશ રબારી દ્ઘારા કરવામાં આવી રહ્યો છે જે અંગે પેપર ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે તો વધુ એકવાર ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે
આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ના સુરેંદ્રનગર બસ સ્ટેન્ડમાં ધરણા……
શુ આ પેપર લીક કૌભાંડ ની ફેકટરી બંધ થાશે ખરી ?
કોઇ પણ પરીક્ષામા પેપર લીક થવાથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળતુ હોય છે શા માટે ગુજરાતમાં પેપરલીંકની ઘટનાઓ અટકવાનુ નામ નથી લેતી સરકારના મંત્રીઓની કડક સૂચના બાદ પણ કેમ લેભાગુ તત્વો સામે સંકજો કસ્વામાં નથી આવી રહ્યો તો શું આ ઘટનાઓનો અંત આવશે ખરો ? શુ આ પેપર લીક કૌભાંડ ની ફેકટરી બંધ થાશે ખરી ? એ હાલના સમયનો સૌથી મોટો પ્રશ્ન છે