સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.૨૦મી જુલાઈના રોજ તાલુકા કક્ષાનો અને તા.૨૧મી જુલાઈના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.૨૦-૦૭-૨૦૨૨ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૧-૦૭-૨૦૨૨ ના રોજ  જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

તા.૧૦-૦૭-૨૦૨૨ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવા.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦-૦૭-૨૦૨૨ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવા તથા જિલ્‍લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સંબંધિત ખાતા વિભાગોની સંબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.

અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્‍ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્‍ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ….

તા. ૧૬ મી જુલાઈના રોજ જિલ્‍લા સંકલન સમિતિની બેઠક મળશે….

સુરેન્‍દ્રનગર ખાતે આગામી તા.૧૬ મી જુલાઈ ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૧૧-0૦ કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version