સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર

સુરેંદ્રનગર જીલ્લા ના ખેડુતો માટે ખાસ….

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરનાર ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો બાગાયત કચેરી ખાતે રજુ કરવાના રહેશે

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુત ભાઇઓને જણાવાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લાના ખેડુતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે સાધન સહાય તથા સબસીડી આપવામાં આવે છે. ત્યારે વર્ષ:૨૦૨૨-૨૩ દ૨મ્યાન આઇ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી હોય પરંતુ એ અરજીમાં સહી કે અંગુઠાનું નિશાન કરી સાધનિક કાગળો સહ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે રૂબરૂ રજુ કર્યા ન હોય તેવા તમામ બાગાયતદા૨ ખેડુતો સહાય યોજનાથી વંચિત ના રહી જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, આઇ.એફ.એસ.સી. કોડવાળી બેંક પાસબુકની નકલ બિડાણ કરી આવી અરજીઓ સત્વરે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે અચૂક જમા કરાવવા સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઝાલાવાડમાં જૈન સમાજ નો ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ..

જિલ્લાના ખેડૂતોએ માટી તથા પાણીનો નમૂનો એકત્રિત કરી પૃથ્થકરણ માટે સુરેન્દ્રનગર મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરીએ મોકલવાનો રહેશે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોને જણાવાયું છે કે, મદદનીશ ખેતી નિયામકશ્રીની સુરેન્દ્રનગર ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઈ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટી તેમજ પાણીનો નમૂનો એકત્રીત કરી મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, બહુમાળી ભવન પાસે, સુરેદ્રનગરનાં સરનામાં પરની કચેરીને પહોંચતા કરવા સુરેન્દ્રનગર મદદનીશ ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ…

આ માટી તેમજ પાણીના નમુનાની સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની ફી રૂપિયા ૧૫/- પ્રતિ નમુના લેખે મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરીએ ભરી નમૂનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જે બાબતની સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારશ્રીઓને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

માહિતી બ્યૂરો, સુરેન્‍દ્રનગર તરફથી…

2 thoughts on “સુરેંદ્રનગર જીલ્લા ના ખેડુતો માટે ખાસ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *