સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રિંગ કાયદા અંગેની બેઠકનું આયોજન..સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રિંગ કાયદા અંગેની બેઠકનું આયોજન..

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રિંગ કાયદા અંગેની બેઠકનું આયોજન..

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રિંગ કાયદા અંગેની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ભરમાંથી આવેલી ૧૫  અરજી ઉપર  કાર્યવાહી કરાઇ હતી. જેમાં ૧૧  અરજીને સર્વાનુમતે દફ્તરે કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે ૪ અરજી વિશેષ તપાસ કરવા માટે આપવામાં આવતા તેનો નિર્ણય બાકી રાખવામાં આવ્યો હતો.

ભાજપ ના વળતા પાણી નક્કી ..જાણો કારણો…

ગુજરાત સરકાર નો ધ ગુજરાત લેન્ડ ગેબ્રિંગ એક્ટ-૨૦૨૦ અમલમા..

ગુજરાત  સરકારે જમીનો પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડક કાર્યવાહી માટે ધ ગુજરાત લેન્ડ ગેબ્રિંગ એક્ટ-૨૦૨૦  અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત ૬ ઓક્ટોબર બુધવારે કલેક્ટર કચેરી સભાખંડમાં કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને લેન્ડ ગેબ્રિંગ કાયદાની બેઠકનું આયોજન કરાયું હતું.જેમાં લેન્ડ ગેબ્રિંગની કાર્યવાહી માટે જિલ્લામાંથી આવેલી અરજીઓના તપાસ અધિકારીઓ તરફથી આવેલા તપાસ અહેવાલ મેળવી ૧૫ અરજીની હાથ પર લેવાઇ હતી. જેમાંની ૧૧  અરજીને દફતરે કરવા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.

મીડીયા ની દલાલી અને ખેડુતો ની નીર્મમ હત્યા….

સૌથી વધુ સાયલાની ૬, સૌથી ઓછી દસાડા તાલુકાની ૧ અરજી

આ બેઠક મા સાયલા તાલુકાની ૬ અરજી, મૂળી તાલુકાની ૪, દસાડા તાલુકાની ૧ અરજી એમ કુલ મળી ૧૧ અરજીને દફ્તરે કરવાનો નિર્ણય  કરવામાં આવ્યો છે. જ્યારે ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકાની ૨ – ૨  અરજી મળી કુલ ૪ અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે.

કેંદ્રીય મંત્રી અજય મીશ્રા ના પુત્ર આશીશ મિશ્રા એ ખેડુતો પર થાર ( જીપ ) ચડાવી ત્રણ ખેડુતો ને કચડી નાખ્યા..

જિલ્લામાંથી ૨૦૯ અરજી આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૨૦૯  અરજીઓ આવી છે, જેમાંથી કુલ ૧૯૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૧૯  અરજીઓ પર નિર્ણય કરવાનો બાકી છે. નિકાલ થયેલી અરજીઓ પૈકી ૯  અરજીઓને ગુનો દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે ૧૮૧  અરજીઓને દફતરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *