સુરેંદ્રનગર બસ સ્ટેંડ..સુરેંદ્રનગર બસ સ્ટેંડ..

સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું..

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ એસ.ટી. પીકઅપ સ્ટેન્ડની આજુબાજુ કોઈપણ પ્રકારના ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા અંગે “ નો પાર્કિંગ “ વિસ્તાર જાહેર કરવા સંદર્ભે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી. ઝાલા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

બસ સ્ટેંડ ની આજુબાજુ ખાનગી વાહનો ઉભા રાખી મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હોવાથી  જાહેરનામુ..

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફીક દિન-પ્રતિદિન વધતો જતો હોય તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના ગામડા તથા શહેરમાંથી લોકો પોતાના વાહનો જેવા કે ટુ વ્હીલર તેમજ ફોર-વ્હીલર લઇને વેપાર ધંધા અર્થે તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવા આવતા હોય છે. જેથી વાહનોની ખુબજ અવર-જવર રહે છે તેમજ ઓટો રીક્ષા, ડીઝલ રીક્ષા, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો જાય છે અને ટ્રાફીકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેમજ એસ.ટી. બસોના પીકઅપ સ્ટેન્ડ ઉપર ખાનગી બસો તેમજ અન્ય વાહનો જેવા કે રીક્ષા, છકડો રીક્ષા, જીપ મેટાડોર, ડીલીવરી વાહન, ટેક્ષી, યુટીલીટી, મીનીબસ, ટ્રક જેવા વાહનો પાર્ક કરીને તેમા મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હોવાથી એસ.ટી. વિભાગની આવકને નુકશાન થાય છે

ધ્રાંગધ્રા ખાતે નવનિર્મિત પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો…

જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે ઢાળ પર આવેલ અને  એન.ટી.એમ હાઇસ્કુલએસ સામે ના એસ ટી.બસ સ્ટેંડ ની ૧૦૦ મીટર ની ત્રીજ્યામા એસ ટી બસ સીવાય ના વાહનો માટે નો પાર્કીંગ જોન….

તેમજ ટ્રાફિકના પ્રશ્નો ઉભા થાય છે જેથી આ બાબતને ધ્યાને રાખી એસ.ટી. બસોના પીકઅપ સ્ટેન્ડ ખાતે અન્ય વાહનો માટે ” નો પાર્કીંગ ઝોન ” કરવા જરૂરી હોય, સુરેન્દ્રનગર થી મુળી, સાયલા, ચોટીલા, રાજકોટ તરફ જતી તેમજ આવતી એસ.ટી. બસો જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે ઢાળ પર આવેલ એસ.ટી.બસ પીકઅપ સ્ટેન્ડ તથા સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા, પાટડી તરફ જતી તેમજ આવતી એસ.ટી. બસો એન.ટી.એમ હાઇસ્કુલ, સુરેન્દ્રનગરની સામે રોડ પર આવેલ એસ.ટી.બસ પીકઅપ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કીંગ ન કરવા અને એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ થી ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારમાં એસ.ટી. બસ સિવાયના અન્ય તમામ ખાનગી પેસેન્જર વાહન જેવા કે રીક્ષા, છકડો રીક્ષા, જીપ, મેટાડોર, ઇક્કો કાર, ડીલીવરી વાહન, ટેક્ષી, યુટીલીટી, મીનીબસ, ટ્રક વિગેરે જેવા વાહનો માટે “ નો પાર્કીંગ ઝોન “ જાહેર કરવા અંગે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત થઇ આવેલ છે .

સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રી દ્વારા થયેલ  દરખાસ્ત ને ધ્યાને લઇ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતીબંધ….

જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.ઝાલા એ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર થી મુળી, સાયલા, ચોટીલા, રાજકોટ તરફ જતી તેમજ આવતી એસ.ટી. બસો જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે ઢાળ પર આવેલ  એસ.ટી.બસ પીકઅપ સ્ટેન્ડ તથા સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા, પાટડી તરફ જતી તેમજ આવતી એસ.ટી. બસો એન.ટી.એમ હાઇસ્કુલ, સુરેન્દ્રનગરની સામે રોડ પર આવેલ એસ.ટી.બસ પીકઅપ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કીંગ ન કરવા અને એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ થી ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારમાં એસ.ટી. બસ સિવાયના અન્ય તમામ ખાનગી પેસેન્જર વાહન જેવા કે રીક્ષા, છકડો રીક્ષા, જીપ, મેટાડોર, ઇક્કો કાર, ડીલીવરી વાહન, ટેક્ષી, યુટીલીટી, મીનીબસ, ટ્રક વિગેરે જેવા વાહનો પાર્ક કરવા પર આથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે .

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી.કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૫ મુજબ ફરીયાદ…..

જો કોઇ ઇસમ ઉપરોકત હુકમનો ભંગ કરશે અગર ભંગ કરાવવામાં મદદગારી કરશે તો આવા ઇસમો દંડ અને શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી.કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૫ મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

માહિતી બ્યૂરો, સુરેન્‍દ્રનગર ના સુજન્યથી…

3 thoughts on “સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું..”
  1. […] પોલીસ વિભાગને વધુ સારી સવલતો મળશે. સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડની આજુબાજુ…ગુજરાત પોલીસ શાંતિ, સલામતી અને […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version