દુનીયા ત્રીજા વીશ્વ યુદ્ધ ની એકદમ નજીક…..
રશિયા અને યુક્રેન ના યુદ્ધના સંકટ વચ્ચે દુનાયા ત્રીજા વીશ્વ યુદ્ધ ની એકદમ નજીક આવી ગઇ છે. યુક્રેનમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ કરાયા છે. પૂર્વ યુક્રેનમાં કહેવાતા રશિયા ના સમર્થન ધરાવતા અલગતાવાદીઓ દ્વારા એક કારને નિશાન બનાવવામાં આવી હતી. તેમજ એક ગેસપાઇપલાઇનને પણ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. આ બંને બ્લાસ્ટને રશિયા સાથેના યુદ્ધના ટ્રેલર તરીકે જોવામાં આવી રહ્યા છે. જ્યારે યુક્રેને આ હુમલા માટે રશિયાને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે રશિયાએ એને યુક્રેનનું કાવતરું ગણાવ્યું છે.
આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?
રશિયાનો યુક્રેન પર આરોપ- યુક્રેને ષડયંત્ર રચ્યું હતું
રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેન અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી ના અહેવાલ મુજબ, યુક્રેનના અલગતાવાદીઓના હુમલામાં જ ગેસપાઇપલાઇનને નુકસાન થયું છે.
સેના હટાવવા ની બાબતે અમેરીકન પ્રમુખ જો બાઈડને કહ્યું- રશિયા ખોટું બોલી રહ્યું છે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને હાલમાં જ સરહદ પરથી સેના હટાવવાની વાત કરી હતી. જેના સંદર્ભ મા અમેરીકન પ્રમુખ જો બાઈડને રશિયા પર ખોટું બોલવાનો અને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતં કે રશિયાના રાષ્ટ્રપતિ પુતીન અમને સ્પષ્ટપણે જણાવે અને વચન આપે કે તેઓ યુક્રેન પર હુમલો નહીં કરે.

અમેરીકા નો સનસની ખેજ આરોપ રશિયા ફોલ્સ ફ્લેગની રણનીતિ અપનાવી રહ્યું છે
સરહદ વિવાદ વચ્ચે યુક્રેનના પૂર્વ ભાગમાં થયેલા હુમલાને રશિયાની ફોલ્સ ફ્લેગની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. ફોલ્સ ફ્લેગનો અર્થ છે- કોઈ દેશ પ્રથમ આયોજનબદ્ધ હુમલો કરે અને પછી બીજા દેશ પર દોષારોપણ કરીને બદલો લેવા જવાબી કાર્યવાહી કરે. રશિયાની આ રણનીતિ અંગે અમેરિકા નાટો ને સતર્ક કરી ચૂક્યું છે.
આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?
[…] […]