ગુજરાત નુ બજેટ ૨૦૨૨ નાણામંત્રીએ ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડ બજેટનું રજૂ કર્યું
ગુજરાત નૂ બજેટ – ૨૦૨૨ આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડ બજેટનું રજૂ કર્યું છે. આજે બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. આ બજેટ મા આવખતે ગુજરાત મા ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ મા નવા કરવેરા પણ લાદવામાં આવ્યા નથી.

આ પણ વાચો – કોઇ પણ સમયે શરુ થઇ શકે છે.. અણુ યુદ્ધ…
બજેટ ૨૦૨૨ મા કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ..
કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા ૬૫ કરોડ.
બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા ૭૦ કરોડ.
ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસનક્ષેત્ર તરીકે વિકસાવવા ૨૦૦ કરોડ.
અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારનાં ગામોને સિંચાઈ માટે ૨૫ કરોડ.
કૃષિ વિભાગ માટે રૂ.૭૭૩૭ કરોડની જોગવાઈ.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
જળ સંપત્તિ વિભાગ માટે રૂ.૫૩૩૯ કરોડની જોગવાઈ.
પાણી પુરવઠા વિભાગ માટે રૂ.૫૪૫૧ કરોડની જોગવાઈ
આરોગ્ય વિભાગ માટે રૂ.૧૨૨૪૦ કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે રૂ.૩૪૮૮૪ કરોડની જોગવાઈ

મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.૪૯૭૬ કરોડ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.૫૦૦ કરોડ
ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.૫૦૦ કરોડ
ગૃહ વિભાગ માટે રૂ. ૮૩૨૫ કરોડની જોગવાઈ
ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની ૧૦૯૪ જગ્યા ઊભી કરાશે
સુરત અને ગિફ્ટ સિટીમાં નવા પોલીસ મથક બનશે
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.૧૫૨૬ કરોડ
સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ. ૪૭૮૨ કરોડ
કાયદા વિભાગ માટે રૂ.૧૭૪૦ કરોડની જોગવાઈ
આદિજાતિ વિભાગ માટે રૂ.૨૯૦૯ કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.૯૦૪૮ કરોડ
શહેરી વિકાસ વિભાગ માટે રૂ.૧૪૨૯૭ કરોડ
ઉદ્યોગ વિભાગ માટે રૂ.૭૦૩૦ કરોડની જોગવાઈ
પ્રવાસન વિભાગ માટે રૂ.૪૬૫ કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.૬૭૦ કરોડ

આ પણ વાચો – પોલીશ કોંસ્ટેબલ પંકજવાઘેલા નુ અકસ્માતે મ્રુત્યુ . સુનીયોજીત હત્યા કે અકસ્માત ?
કોંગ્રેસનું વિરોધપ્રદર્શન….
બજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
please watch and subscribe you tube channel – FREEDOMJOURNALISM
[…] આ પણ વાચો – ગુજરાત નુ બજેટ ૨૦૨૨ – નાણામંત્રીએ ૨ લા… […]