સોમ. ડીસેમ્બર 6th, 2021
પંજશીરમાં તાલિબાનનો આતંક, સામાન્ય નાગરિકોની ધડાધડ હત્યા

કાબુલ પર ગુરુવારે સાંજે અનેક રોકેટો વડે એટેક કરવામાં આવ્યો છે. રશિયાની ન્યૂઝ એજન્સીના લાઈવ રિપોર્ટ પ્રમાણે, એક પાવર પ્લાન્ટને નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે તેને કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે ચમતલાહ ઈલેક્ટ્રિક બસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જોકે એટેક ખોરો નિશાન ચૂકી ગયા હતા.

અત્યારસુધી આ બાબત સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વીજળી ઘર ને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. તાલીબાનના કેટલાક લોકો ઘટના બાદ અહીં પહોંચ્યા હતા. ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કોઈપણ સંગઠને આ એટેક ની જવાબદારી લીધી નથી. જોકે એવું માનવામાં આવે છે કે એટેક શહેરનો વીજપુરવઠો ખોરવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.

આઇસીસ-K પર શંકા

રોકેટ એટેક ની આશંકા આઇસીસ ખુરાસાન ગ્રુપ પર વ્યક્ત કરવામાં આવી રહી છે. તેણે 26 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર એટેક કર્યો હતો. તેમાં અમેરિકાના 13 સૈનિકો સહિત 170 લોકો માર્યા ગયા હતા. આ એટેક  સામે અમેરિકાએ આતંકવાદી અડ્ડા પર ડ્રોન એટેક  કર્યાં હતા, જેમાં અનેક આતંકવાદી માર્યા ગયા હતા

MORE READ –https://freedomjournalism.com/wp/

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *