Gujarat-Assembly-Election-૨૦૨૨Gujarat-Assembly-Election-૨૦૨૨

ગુજરાત મા ચુટણી ની જાહેરાત.બે તબ્બકામા ચુટણી…

આજે ચુટણી પંચ દ્વારા ગુજરાત વીધાનસભા ની ચુટણી જાહેરાત કરવામા આવી છે. અને એ મુજબ

ચુટણી બે તબ્બકામા યોજાશે. પ્રથમ તબ્બકાનુ મતદાન ૧ ડીસેમ્બર અને બીજા તબ્બકાનુ મતદાન

૫ ડીસેમ્બર ના રોજ યોજાશે. મત ગણતરી એક જ દીવસે.તા- ૮ ડીસેમ્બર ના રોજ કરવામા આવશે,

ખેડૂતોને ફરજીયાત “e-KYC” અને બેંક ખાતા “સિડિંગ” કરવા અનુરોધ.

ચુટણી પંચ  ની પ્રેસ-બ્રીફીંગના મહત્ત્વના મુદ્દા મા 

પંચે કહ્યું હતું કે નવા ૩.૪ લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો

આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ ૧ જાન્યુઆરી

૨૦૨૩ પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત. તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ,

વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર

દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.

ચૂંટણી કાર્યક્રમ-૨૦૨૨      પ્રથમ તબક્કો.        બીજો તબક્કો.

ગેઝેટ નોટિફિકેશન                      ૫ નવેમ્બર                        ૧૦ નવેમ્બર

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ         ૧૫ નવેમ્બર                     ૧૮ નવેમ્બર

ફોર્મ પાછા ખેંચવાની તારીખ          ૧૭ નવેમ્બર                     ૨૧ નવેમ્બર

મતદાન તારીખ                               ૧ ડિસેમ્બર                        ૫ ડિસેમ્બર

મતગણતરી                                         ૮ ડિસેમ્બર         ૮ ડિસેમ્બર

 

ગુજરાત ચૂંટણીને લગતી ૪ મહત્વની બાબતો…

૧. મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ છે?

હાલ ભાજપ તરફથી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહેલા

જ સંકેત આપી ચૂક્યા છે કે રાજ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં

છે. જો કે બંને પક્ષોએ હજુ સુધી સીએમ ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીમાં

સીએમ પદની રેસમાં ભરત સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સૌથી આગળ છે. અત્યાર સુધી

AAPમાં ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી સીએમ પદના દાવેદાર છે.

૨.  આ  મુદ્દાઓ સૌથી મહત્વપૂર્ણ, સત્તા વિરોધી અસર

આ વખતે આ  મુદ્દાઓ ગુજરાતમાં ચૂંટણીને અસર કરી શકે છે. જેમાં મોરબી બ્રિજ અકસ્માત, મોંઘવારી,

બેરોજગારી,શીક્ષણ નુ ખાનગીકરણ,બોટાદ લટઠા કાંડ,   જેવા મુદ્દા મહત્વના રહેશે. ભાજપ છેલ્લા

૨૭  વર્ષથી સત્તામાં હોવાથી પાર્ટી સામે એન્ટીઈન્કમ્બન્સીની પણ અસર જોવા મળી રહી છે.

 

૪. ૨ મૌન ચહેરા જે ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ૨ આવા મૌન ચહેરા ચર્ચામાં છે, જે ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.

આ પૈકી એક નામ પાટીદાર આગેવાન નરેશ પટેલનું છે, જ્યારે બીજું નામ કોળી સમાજના

સોમાભાઈ ગાંડાભાઈનું છે. નરેશ પટેલે અત્યાર સુધી રાજકારણમાં સીધી એન્ટ્રી લીધી નથી, પરંતુ

તેઓ ગુજરાતના ૮૫ લાખ લેઉવા પટેલ સમાજના સૌથી વધુ જાણીતા નેતા માનવામાં આવે છે

પટેલ કોંગ્રેસમાં જોડાવા માટે અનેકવાર પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાતચીત

થઈ શકી નથી. બીજી તરફ સોમાભાઈ ગાંડાભાઈ પણ આ વખતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ગુજરાતમાં પાટીદારો પછી કોળી સમાજની વસ્તી સૌથી વધુ છે.

ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે: EC

મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી

હતી અને કહ્યું હતું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે.

ગુજરાતમાં ભાજપ માટે મોટો પડકાર.

ગુજરાતમાં ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં છે. એ ઉપરાંત પાર્ટીના બે મોટા નેતા નરેન્દ્ર મોદી

અને અમિત શાહ ગુજરાતથી છે. આ સંજોગોમાં અહીં ફરી ભાજપની જ સરકાર આવે એવી સંપૂર્ણ શક્યતા નથી.

આ વખતે પાર્ટી માટે સરકાર રિપીટ કરવી મુશ્કેલ છે. રોજગારી અને ખેડૂતોના મુદ્દે પાર્ટી બેકફૂટ પર છે.

ગુજરાતમાં ૧૦૦ વર્ષની ઉંમરવાળા ૧૧,૮૦૦ મતદાર.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-બ્રીફીંગમા માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ

મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને

મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષની તુલનામાં ૯૩૪ મહિલા છે.

ગુજરાતમાં ૧૧,૮૦૦ મતદાતા ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version