જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.
‘સુરેન્દ્રનગર જિલ્લાના વંશ પરંપરાગત રીતે હાથ વણાટકામ કરતા અંદાજીત
૭,૦૦૦ કારીગરોને રોજગારીની ઉત્તમ તકો મળી.પટોળાના સિંગલ ઇક્તની
પસંદગી એ અમારા જેવા પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલ પરિવાર માટે
આશીર્વાદરૂપ સાબિત થશે – કરશનભાઇ ભાઈ જાદવ


સુરેન્દ્રનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર” કાર્યક્રમ યોજાયો.
વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ’ અંતર્ગત આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ,
સુરેન્દ્રનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર” કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં હાથશાળ- હસ્ત કલાના વ્યવસાય સાથે સંકળાયેલ કરશનભાઈ જાદવે
પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાનું
કાર્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ’ના માધ્યમથી થઈ રહ્યું છે.
જનતા ત્રાહિમામ પાલિકા ઘોર નિંદ્રા માં..
જિલ્લાના ઉત્પાદનોમાંથી પટોળાના સિંગલ ઇક્તની પસંદગી.
વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ’ અંતર્ગત ‘વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ’ના કારણે આજે જિલ્લાના
શ્રેષ્ઠ ઉત્પાદનો લોકો સુધી પહોંચશે. સરકાર દ્વારા ઉદ્યોગો માટે જે સુવિધાઓ ઉપલબ્ધ
બનાવવામાં આવી છે. તેના કારણે આજે અમારા જેવા ઉદ્યોગ સાહસિકો પોતાના ઉત્પાદનોનું
વેચાણ દેશના વિવિધ રાજ્યોમાં કરી રહ્યા છે. ‘એક જિલ્લો, એક પ્રોડક્ટ’ અન્વયે સુરેન્દ્રનગર
જિલ્લાના ઉત્પાદનોમાંથી પટોળાના સિંગલ ઇક્તની પસંદગી થયેલી છે. જે અમારા પટોળાના
વ્યવસાય સાથે સંકળાયેલ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
હાથ વણાટકામ કરતા કારીગરોને રોજગારીની ઉત્તમ તકો મળશે. કરશનભાઇ જાદવ.
વધુમાં કરશનભાઈએ જણાવ્યું હતું કે ‘વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ’ ના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના
વંશ પરંપરાગત રીતે હાથ વણાટકામ કરતા અંદાજીત ૭,૦૦૦ હજાર કારીગરોને રોજગારીની
ઉત્તમ તકો મળશે. રેશમ સિંગલ ઇક્ત સાડી, રેશમ ડબલ ઇક્ત સાડી, દુપટ્ટા તેમજ ટાંગલીયા
ડીઝાઈનમાં અલગ અલગ પ્રોડક્ટ બનાવતા હાથ વણાટ કારીગરો સાથે તેમના પરિવારને
પણ રોજગારી મળી રહી છે.
વણકર ભાઈઓના વિકાસ માટે તેમજ રોજગારી માટે મળેલ તકો માટે
સરકારનો આભાર વ્યક્ત કર્યો.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, હાથશાળના ઉત્થાન માટે કુટીર ઉદ્યોગ માટે વિવધ યોજનાઓ અમલી છે
અને આ યોજનાઓના લાભો થકી છેવાડાના વણકર ભાઈઓને મદદ મળી રહી છે.
આ ઉપરાંત કરશનભાઈએ સરકાર દ્વારા વણકર ભાઈઓના વિકાસ માટે તેમજ રોજગારી
માટે મળેલ તકો માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર: