કંકુ પાર્ક પાછળ મફતીયા પરા મા જવાના રસ્તે છ છ મહીનાથી પાણીની લાઇન લીકેજ.....કંકુ પાર્ક પાછળ મફતીયા પરા મા જવાના રસ્તે છ છ મહીનાથી પાણીની લાઇન લીકેજ.....

વોર્ડ – ૧૧ ગણપતી ફાટસર મા છ છ મહીનાથી પીવાના પાણીની લાઇનો લીકેજ.નીષ્ક્રીય તંત્ર ના પાપે જનતા ત્રાહીમામ….

સુરેંદ્રનગર નગરપાલીકા દ્વારા વોર્ડ ન – ૧૧  સાથે સતત અન્યાય થઇ રહ્યા નુ સ્થાનીક લોકો કહે છે. લોકો ના કહેવા મુજબ અહી વિકાસ  ના કામો નામે શુન્ય છે. નવા રોડ રસ્તા ની વાત જવા દો સાહેબ પણ પીવાના પાણી ની લાઇનો છ છ મહીનાથી લીકેજ હોવા છતા. અને સભ્યો ને અનેકવાર રજુઆત કરવા છતા.પણ વીસ્તાર મા ઘણી જગ્યાએ છ છ મહીનાથી પીવાના પાણીની લીકેજ વાળી લાઇનો રીપેર થતી નથી.

આ પણ વાચો – ગણપતી ફાટસર મા ખાડા રાજ…… જનતા ત્રાહીમામ…….

ભવાની નગર પાણીની લાઇન લીકેજ
ભવાની નગર પાણીની લાઇન લીકેજ

ભવાની નગર ઘરશાળા રોડ મા છ છ મહીના થી પીવાના પાણી લાઇન લીકેજ છે…

અમો ને ભવાની નગર ઘરશાળા રોડ ના રહેવાસી શ્રી ઘનશ્યામ ભાઇ દ્વારા જણાવવામા આવ્યુ કે ભવાની નગર ના બોર્ડ પાસે આ પાણી ની લાઇન છેલ્લા પાચ મહીનાથી લીક છે. જે આપ ફોટા મા જોઇ શકો છો.અને ત્યા અવીરત પાણી નો બગાડ ચાલુ જ છે. આ બાબતે ઘનશ્યામ ભાઇ ના કહેવા મુજબ અમો ભવાની નગર ના રહીસો એ ચુટાયેલા સભ્યો ને અનેક વાર રજુઆત કરી રીપેરીંગ કરવા બાબતે જણાવ્યુ.પણ એક પણ સભ્ય દ્વારા આજે પાચ મહીના થવા છતા પીવાના પાણીની લાઇન નુ લીકેજ નગરપાલીકા દ્વારા રીપેર કરવામા આવ્યુ નથી. અને હાલ પણ પાણીનો બગાડ થવાનુ ચાલુજ છે.આના માટે જવાબદાર જે હોય તેના ઉપર નગરપાલીકા અને તંત્ર દ્વારા કડક પગલા લેવામા આવે તેવી  સ્થાનીક રહીવાસીઓ ની લાગણી માગણી છે.

આ પણ વાચો – ગણપતી ફાટસર ની જનતા જનાર્દન નો અવાજ…વોર્ડ ન – ૧૧ ના ચારે ઉમેદવાર ના કાને પહોચાડવા વિનંતી…..

કંકુ પાર્ક પાછળ મફતીયા પરા મા જવાના રસ્તે છ છ મહીનાથી પાણીની લાઇન લીકેજ.....
કંકુ પાર્ક પાછળ મફતીયા પરા મા જવાના રસ્તે છ છ મહીનાથી પાણીની લાઇન લીકેજ…..

કંકુ પાર્ક પાછળ મફતીયા પરા મા જવાના રસ્તે છ છ મહીનાથી પાણીની લાઇન લીકેજ…..

ઉપરોક્ત ફોટા મા દેખાય છે તે પીવાના પાણી ની લાઇન કંકુપાર્ક ની પાછળ મફતીયા મા જવાના રોડ પર શેડ ના ખુણા પર છે.અને એક વરસ થી પાણી ની લાઇન લીકેજ છે. ચુટણી વખતે એક વખત રીપેરીંગ કરી પણ ખરાબ રીપેરીંગ કામકાજ ના કારણે છેલ્લા છ મહીના થી લીકેજ લાઇન માથી પાણી નો બગાડ થઇ રહ્યો છે.અને હાલ પણ પાણીનો બગાડ થવાનુ ચાલુજ છે.આના માટે જવાબદાર જે હોય તેના ઉપર નગરપાલીકા અને તંત્ર દ્વારા કડક પગલા લેવામા આવે તેવી  સ્થાનીક રહીવાસીઓ ની લાગણી માગણી છે.

આ પણ વાચો – વીકાસ થી વંચીત વોર્ડ ન. ૧૧ ગણપતી ફાટસર વીસ્તાર……

 

 

One thought on “વોર્ડ – ૧૧ ગણપતી ફાટસર મા છ છ મહીનાથી પીવાના પાણીની લાઇનો લીકેજ.નીષ્ક્રીય તંત્ર ના પાપે જનતા ત્રાહીમામ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *