ધોળી ધજા ડેમમાંથી ગણપતિ ફાટસર ના યુવાનની ડેડબોડી મળી.
વઢવાણ નાં ગણપતિ ફાટસર માં આવેલ સિદ્ધિ નગર સોસાયટી માં રહેતા સ્વ. કિશોર ભાઈ ડી
વાઘેલા નો દિવ્યાંશ નામનો ૧૮ વર્ષ ની ઉમરનો પુત્ર ગઈ કાલે તા : ૧૧/૦૮/૨૦૨૩ નાં રોજ બપોરે
આશરે એક વાગ્યાની આજુ બાજુ કોલેજ થી ગુમ થયેલ જેની ડેડબોડી આજે સાંજે આશરે ચારેક
વાગ્યે ધોળી ધજા ડેમ માંથી મળતા સમગ્ર ફાટસર વિસ્તાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું.
દિવ્યાંશ નું એકટીવા સ્કુટર ડેમ ની પાળી ઉપર હોવાની
માહિતી પરિવાર ના સભ્યો ને મળતા… શોધખોળ ચાલુ કરાઈ ..
ગઈ કાલે તા : ૧૧/૦૮/૨૦૨૩ નાં રોજ દિવ્યાંશ સવારે ઘરેથી કોલેજ ગયો હતો. અને બપોરે આશરે
બે વાગ્યાની આશપાસ લોકો દ્વારા પરિવાર ને માહિતી મળેલ કે દિવ્યાશ નું એકટીવા ડેમ ની પાળ
ઉપર છે. પરંતુ દિવ્યાંશ નથી. તુંરત પરિવાર નાં સભ્યો અને આજુ બાજુ ના રહીશો ડેમ ઉપર
ગયા હતા અને દિવ્યાંશ ની શોધ ખોળ ચાલુ કરેલ. અને પોલીશ ને જાણ કરેલ અને પોલીશ પણ તાત્કાલિક
આવી તપાસ હાથ ધરેલ પરંતુ સાંજ સુધી કોઈ જ ભાળ ન મળતા પરિવાર નાં સભ્યો દિવ્યાંશ નું એકટીવા
અને કોલેજ ની બેગ વગેરે લઇ ઘરે આવેલ અને ત્યાર બાદ ગુમશુદા ની પોલીશ ફરિયાદ કરેલ. જે બાદ
તા : ૧૨/૦૮/૨૦૨૩ નાં રોજ બપોરે સુરેન્દ્રનગર નગરપાલિકા ની સમગ્ર ટીમ અને વોર્ડ નંબર સાત નાં
સભ્ય હરેશ ભાઈ જાદવ દ્વારા ડેમ માં આધુનિક હોડીઓ અને કેમેરાથી ડેમ માં સર્ચ ઓપરેશન હાથ ધરેલ
જેમાં ડેડબોડી આજે સાંજે આશરે ચારેક વાગ્યે ધોળી ધજા ડેમ માંથી મળતા સમગ્ર ફાટસર વિસ્તાર માં
શોક નું મોજું ફરી વળ્યું હતું.
ગણપતી ફાટસર મા ખાડા રાજ…… જનતા ત્રાહીમામ…….
આપઘાત કે બીજું કઈ ? પોલીશ તપાસ નો વિષય…
આ સમગ્ર ઘટના માં લોકમુખે ચર્ચાતી વાતો મુજબ દિવ્યાશ સરળ સ્વભાવ ધરાવતો
હતો અને આપઘાત કરવા માટે કોઈ જ કારણ નથી જેવી ચર્ચાઓ કરતા લોકો કહે છે
કે આની પોલીશ તપાસ થવી જોઈએ . જો દિવ્યાશે આપઘાત કર્યો હોય તો, શા માટે કર્યો ?
કયા કારણસર આવું પગલું ભર્યું ? તેની પોલીશ તપાસ થવી જોઈએ એવી લોકમુખે
ચર્ચાઓ ચાલી રહી છે. આટલી નાની ઉમરમાં દિવ્યાશ આવું પગલું ભરી શકે એ
વાત લોકો ના ગળે ઉતારતી નથી.
સુરેન્દ્રનગર નગર પાલિકાની ની અભૂતપૂર્વ કામગીરી…
આ સમગ્ર ઘટનામાં બે દિવસથી કિશોરભાઈ ડાયાભાઈ વાઘેલા ગણપતિ ફાટસર
વિસ્તાર ના રહીશ નો દીકરો ગુમ થયેલ હતો. જેની શોધ ખોળ કરતા ધોળીધજા ડેમ ના
કાંઠે થી એકટીવા મળેલ જેના આધારે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર હરેશભાઈ ને જાણ થતા
તેમના દ્વારા સમગ્ર નગરપાલિકાની ટીમ ને સાથે રાખી ડેમમાં અતિ આધુનિક હુડકા પાણીમાં
નાખી પોતે પણ ટીમ સાથે રહી કિશોરભાઈ ના દીકરાની પાણીમાં શોધ ખોળ કરવા સર્ચ
ઓપરેશન શરુ કરેલ જેમાં સાંજે આશરે ચારેક વાગ્યે ડેડ બોડી મળેલ.
સમગ્ર ઘટનામાં પોલીશ ની પ્રસંશનીય કામગીરી….
સમગ્ર ઘટના માં તા ; ૧૧/૦૮/૨૦૨૩ થી લઈને ૧૨/૦૮/૨૦૨૩ નાં રોજ ડેમ માંથી
બોડી મળ્યા સુધીની પોલીશ ની કામગીરી ખુબજ સારી રહી હતી. જેમાં તા : ૧૧ નો
રોજ બપોરે પોલીશ ને જાણ કરતા પોલીશ તરત હાજર થઇ કાર્યવાહી કરેલ ઉપરાંત
તા : ૧૨/૮/૨૦૨૩ ના રોજ ડેમ માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં પણ પોલીશ ની
કામગીરી પ્રશંશનીય રહી હતી.