FREEDOM JOURNALISM NEWS WEBSAITEFREEDOM JOURNALISM NEWS WEBSAITE

વિકાસ થી વંચિત ગણપતિ ફાટસર…..

સુરેન્દ્રનગર નગરપાલિકા ના વોર્ડ ન ૧૧ માં આવતો વિસ્તાર ગણપતિ ફાટસર માં છેલ્લા છ મહીનાથી

પાણી ની સમસ્યા છે. જેનો નગરપાલિકા દ્વારા કોઈ કાયમી હાલ કરવામાં ના આવતા સ્થાનિક રહેવાસીઓ

ત્રાહિમામ પોકારી ગયા છે. ગુડ ગવર્નન્સ અને વિકાસ ના બણગાં મારતી ભાજપ સરકાર ના પેટ નું પાણી

હલતું નથી.

વોર્ડ – ૧૧ ગણપતી ફાટસર મા છ છ મહીનાથી પીવાના પાણીની લાઇનો લીકેજ.નીષ્ક્રીય તંત્ર ના પાપે જનતા ત્રાહીમામ….

કંટાળેલા લોકો બાયપાસ રોડ ચક્કાજામ કરે તેવી પ્રબળ શક્યતા.

વિતેલા છ મહીનામાં બે વખત બાયપાસ રોડ ચક્કાજામ કરીને લોકો એ પોતાની સમસ્યા નો હલ કરવા

અને નિર્લજ્જ તંત્ર ની આખો ખૂલે અને લોકોના કામ થાય તેના માટે શાંતિ પૂર્વક રીતે પોતાનો અવાજ

રજૂ કરેલ તેમ છતાં પાણીની સમસ્યા હાલ થઈ શકી નથી. અને એટલા માટે લોકો હવે ફરી એકવાર બાયપાસ

રોડ ચક્કાજામ  કરવાની વાત આક્રોશ પૂર્વક જણાવે છે.

ગણપતી ફાટસર મા ખાડા રાજ…… જનતા ત્રાહીમામ…….

લોકોના બાયપાસ રોડ ચક્કાજામ કરવાથી પોલીસ અને પબ્લિક

વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા.

સ્થાનિક લોકોમાં ખુબજ વધારે આક્રોશ હોવાથી હવે જો લોકો રોડ ઉપર ઉતરશે અને ચકાજામ કરશે તો

અગાઉ જે રીતે પોલીસ અને આગેવાનો ની સમજાવટ થી લોકો સહમત થતાં હતા તે શકયતા હવે નથી

અને પરિણામ સ્વરૂપ પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા ખુબજ વધારે છે.

ગણપતી ફાટસર ની જનતા જનાર્દન નો અવાજ…વોર્ડ ન – ૧૧ ના ચારે ઉમેદવાર ના કાને પહોચાડવા વિનંતી…..

સ્થાનિક ચૂટાયેલા સભ્યોની નાકામી ના કારણે કામો થતાં નથી. સ્થાનિક લોકો.

અમારા સંવાદદાતા એ જ્યારે લોકોની સાથે વાત કરી ત્યારે લોકો એવું સ્પસ્ટ જણાવે છે કે અમારા

વોર્ડ ના એકપણ સભ્ય વોર્ડ માં આવતા નથી લોકો ની સમસ્યા સાંભળતા નથી અને કોઈ કામ કરતાં

નથી ચૂટાયેલા સભ્યો ને ગણપતિ માં કામ કરવામાં બિલકુલ રસ નથી. તેવું સ્થાનિક રહેવાસી ઑ આક્રોશ સાથે જણાવે છે.

3 thoughts on “વિકાસ થી વંચિત ગણપતિ ફાટસર…..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *