સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર

” નવી દિશા – નવું ફલક ” ૩૦મી ના રોજ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે…

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા, રાજ્યભરના ધોરણ ૯ થી ધો.૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવાના હેતુથી “ નવી દિશા – નવું ફલક ” કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુંસધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લાકક્ષાનો તથા તાલુકાકક્ષાનો કાર્યક્રમ તબક્કાવાર યોજાશે.

સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો પાર્કિંગ ન કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું..

નવી દિશા – નવું ફલક અભિયાન અંતર્ગત ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન…

ઓમકાર વિદ્યાલય પડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલની બાજુમાં સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦ થી ૧૨  કલાકે કાર્યક્રમ યોજાશે….

આ કાર્યક્રમ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ અને વ્યવસાયમાં કારકિર્દીની ઉપલબ્ધ તકોની માહિતી આપવામાં આવે છે ,અને કારકિર્દી વિષયક મૂંઝવણોનું સમાધાન વિષય તજજ્ઞોની મદદથી કરવામાં આવે છે. તેના ભાગ રૂપે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા ૩૦/૦૫/૨૦૨૨ના રોજ ઓમકાર વિદ્યાલય પડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલની બાજુમાં સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦ થી ૧૨  કલાકે યોજાશે. ત્યાર બાદ જૂનના પહેલા અઠવાડિયામાં વિવિધ ખાતાઓ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકાઓની શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન શિબિરો યોજવામાં આવશે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

તા : ૦૧/૦૬/૨૦૨૨ થી ૦૬/૦૬/૨૦૨૨ સુધી અલગ અલગ તાલુકાઓ મા નીચે મુજબના સરનામે કાર્યક્રમ યોજાશે…

આ શિબિરોમાં રોજગાર અને તાલીમ વિભાગ, ટેકનિકલ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા કૃષિ અને પશુપાલન વિભાગના તજજ્ઞો માર્ગદર્શન આપશે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આપેલી જાણકારી પ્રમાણે તા.૧ લી જૂનના રોજ શ્રી એન એમ હાઇસ્કૂલ લીંબડી અને સી.ડી કપાસી ચુડા ખાતે, ૨જી જૂનના રોજ શેઠ જે એસ સરકારી હાઇસ્કૂલ ચોટીલા અને સાર્વજનિક વિદ્યાલય સાયલા ખાતે, ૩જી જૂન ના રોજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી હાઈસ્કુલ મૂળી અને મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ ખાતે, ૪થી જૂન ના રોજ સુરજમલજી હાઇસ્કુલ પાટડી અને ભાવગુરુ હાઈસ્કૂલ લખતર ખાતે અને ૬ જૂન ના રોજ એમ.ડી.એમ કન્યા હાઇસ્કુલ ધાંગધ્રા ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જિલ્લાના વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી… 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *