વઢવાણના બુટલેગર અને રાજસ્થાનના સપ્લાયર ની સાંઠગાંઠ નો ખુલાસો.
વઢવાણના બુટલેગર નાગદાન ગઢવી અને રાજસ્થાનના સપ્લાયર વિનોદ સિંધીએ આંગડિયા પેઢી
મારફતે રૂ. ૪૪ લાખનો રોકડ વ્યવહાર કર્યાનું ખુલ્યું.
સ્ટેટ મોનિટરિંગ સેલની પૂછપરછમાં લાખોનો રોકડ વ્યવહારનું ખલુતા બંને બુટલેગરના એકાઉન્ટ ફ્રીઝ કરાયા.
નાગદાન એસએમસીને ગેરમાર્ગે દોરતો હોવાથી એલ.એમ.વી. ટેસ્ટ કરાશે.
દારૂ મંગાવવા-વેચવા સહિતની ઑડિયો ક્લિપની ખરાઈ માટે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરવા નિર્ણય.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વઢવાણના કુખ્યાત બુટલેગર અને રાજ્યમાં દારૂના ૩૨ ગુનાઓમાં વોન્ટેડ બુટલેગર નાગદાન ગઢવીની
ગત તા. ૩ જુલાઈએ હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી ધરપકડ કરી હતી. આ પછી તેની પૂછપરછમાં એવો ધડાકો થયો છે કે, નાગદાને
દારૂના વેચાણ માટે બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા. બુટલેગર નાગદાન ગઢવી અને રાજસ્થાનના સપ્લાયર વિનોદ સિંધીએ ૬
મહિનામાં આંગડિયા પેઢી મારફતે રૂ. ૪૪ લાખનો રોકડ વ્યવહાર કર્યાનું ખુલ્યું હતું. જોકે, પૂછપરછ દરમિયાન નાગદાન અનેક
હકીકતો છૂપાવતો હોવાનું ધ્યાન પર આવતા એફએસએલ દ્વારા તેના એલ.વી.એ.ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
વઢવાણના બુટલેગર નાગદાન ગઢવીનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરાશે.
નાગદાન ગઢવી પાસેથી મળી આવેલી ડાયરીઓમાં તેના દારૂના ધંધાને લગતી વિગતો જેવી કે, દારૂની વહેંચણી, અન્ય બુટલેગરો
તેમજ અન્ય વ્યક્તિઓ સાથેના નાણાકીય વ્યવહારો સહિતનુ લખાણ તેના હસ્તે જ લખવામા આવ્યું હતું અને તેનો કબજો લેવામાં
આવ્યો છે. નાગદાનના મોબાઈલમાંથી તેણે દારૂની આયાત, વેચાણ અને વેચાણ અંગે કરેલી વાતચીતની ક્લિપ પણ મળી આવી છે.
એટલા માટે તેણે કોની કોની સાથે વાતચીત કરી છે ? તે મેચ કરવા માટે તેનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરવામાં આવશે.
સુરત માં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર આચાર્ય ની ધરપકડ.
બુટલેગરો દ્વારા આંગડીયા પેઢી મારફતે રુપીયા ની લેવડ-દેવડ.
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, નાગદાનનો પાર્ટનર અને હરિયાણા તેમજ રાજસ્થાનથી દારૂ પુરો પાડનારા મુખ્ય
સપ્લાયર વિનોદ સીંધી ઉર્ફે વિનોદ ઉર્ફે વિજય ઉર્ફે વીજુ મુરલીધર હદવાણી (રહે.વડોદરા) તેમજ તેના મળતીયા સુનિલ ઉર્ફે અદો પ્રકાશ
કેવલરામાણી (રહે.વડોદરા)ને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. કેમ કે, નાગદાન તેમજ વિનોદ સીંધી અને અદો સીંધી દ્વારા
પી.વિજય તેમજ કનુ કાંતિ આંગડીયા પેઢી મારફતે પૈસાની લેવડ-દેવડ કરતા હતા.
વિશ્વપ્રસિધ્ધ તરણેતર ભાતીગળ લોકમેળા નુ આયોજન ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર….
પોલીસે બન્ને બુટલેગરોના ૨૦ બેન્ક ખાતાઓને ફ્રીઝ કર્યા.
આ અંગે બન્ને આંગડીયા પેઢી પાસેથી આરોપીઓએ કોની કોની સાથે પૈસાનો વ્યવહાર કર્યો છે ? તેની વિગતો મેળવવા તજવીજ હાથ
ધરવામાં આવી છે. અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના ૨૦ બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવામાં આવ્યા છે.