LOKMELA TARNETAR - 2022 / તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું.LOKMELA TARNETAR - 2022 / તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું.

સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું આયોજન.

મેળાનાં સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટનાં અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ.

લમ્પી વાઈરસનાં ચેપને ધ્યાને રાખીને પશુમેળો નહીં યોજાય .

વિશ્વપ્રસિધ્‍ધ તરણેતર ભાતીગળ લોકમેળો ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર….

સુરેન્‍દ્રનગર જિલ્‍લાનાં તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 30 ઓગસ્ટ થી ૨ સપ્‍ટેમ્‍બર-૨૦૨૨ દરમિયાન

આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાનાં કારણે પાછલા બે વર્ષો મોકુફ રહ્યા બાદ યોજાઈ રહેલા મેળાના સુચારૂ આયોજન સંદર્ભે

જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી.

તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં જીલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના પ્રયત્નો….

બેઠકમાં ઉપસ્‍થિત અધિકારીશ્રીઓ સાથેચર્ચા- વિચારણા કરતા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં

લોકમેળો બની રહે તે દિશામાં પ્રત્‍યેકવિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. મેળામાં શિવપૂજન-ધ્વજારોહણ

પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહાનુભાવો, મેળામાં બ્લોક્સની ફાળવણી, તરણેતરને જોડતા રસ્‍તા,પાર્કિંગ વ્‍યવસ્‍થા, બસ વ્‍યવસ્‍થા,

કાયદો અને વ્‍યવસ્‍થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન,વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્‍પિકસ,

સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરતા તેમણે

સરકાર દ્વારા સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ  સ્‍થળ

પર સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે સઘન આયોજન કરવા અને સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે. લમ્પી વાઈરસનાં ભયને જોતા

આ વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવશે નહીં.

લમ્પી સ્કીન રોગને અટકાવવા અને નિયંત્રિત કરવા પશુઓ ની હેરફેર,વેપાર,અને મેળાઓ ઉપર પ્રતીબંધ…..

પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓને સમગ્ર મેળા દરમ્‍યાન વીજપુરવઠો સાતત્‍યપૂર્ણ જળવાઈ રહે તે માટે

જરૂરી સુચના અપાઇ..

કલેકટરશ્રીએ પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓને સમગ્ર મેળા દરમ્‍યાન વીજપુરવઠો સાતત્‍યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી

સુચના આપી હતી. બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી

દર્શના ભગલાણી, નાયબ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી,તમામ પ્રાંત અધિકારીશ્રી તેમજ તરણેતરના સરપંચશ્રી સહિત વિવિધ

વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.


ખુબજ ટુંક સમય મા લોંચ થઇ રહી છે અમારી ઉપરોક્ત  યુ ટયુબ અને ફેસબુક પર સમાચાર ચેનલ જેને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો…અમને તમારા વિસ્તાર ના સમાચાર આપો અમારા WHATSAPP NO. 9033724628  ઉપર..

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી …

2 thoughts on “વિશ્વપ્રસિધ્‍ધ તરણેતર ભાતીગળ લોકમેળા નુ આયોજન ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version