ઝાલાવાડમાં વિકાસ ઉત્સવની ઉજવણી:
– સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છેલ્લા દોઢ
દાયકામાં રૂ. ૬૬ હજાર કરોડ ફાળવાયા
– સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ શહેર-જિલ્લાના લોકો માટે હરવા-ફરવા
માટેનું એક નજરાણું બનશે
-: જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા :-
– વર્ષ ૨૦૦૫માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું ‘શહેરી વિકાસ વર્ષ‘નું બીજ આજે
વટવૃક્ષ બની ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ બનાવી રહ્યું છે
– રૂ. ૫૩૯.૨૬ કરોડના વિકાસ પ્રકલ્પો એ જનતાની સુખાકારી માટે સરકારની
અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક.
– સી.સી. રોડ સહિતના પ્રોજેક્ટ્સ આગામી સમયમાં સુરેન્દ્રનગરનો નકશો બદલી નાખશે
૦૭ ઓગસ્ટ “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”
ઝાલાવાડમાં વિકાસ ઉત્સવની ઉજવણી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર ખાતેથી રૂ. ૫૩૯.૨૬ કરોડનાં ૩૩ વિકાસકાર્યોનાં
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા તથા વિવિધ
વિભાગોના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સંબોધન કરતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઝાલાવાડની ધરતી પર આજે વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.
આજે અહીંથી ભેટ અપાયેલા પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને માર્ગ મકાન વિભાગના
વિકાસકામો થકી સુરેન્દ્રનગર શહેર-જિલ્લાના લોકોના “ઈઝ ઓફ લિવિંગ”ને પ્રાથમિકતા
આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં વિકસી રહેલો રિવરફ્રન્ટ અમદાવાદના રિવરફ્રન્ટની
જેમ શહેર-જિલ્લાના લોકો માટે હરવા-ફરવા માટેનું એક નજરાણું બની રહેશે.
જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.
એકસમયે આ વિસ્તારમાં પાણીની તંગી, રોજગારીની મર્યાદિત તકો….
ઝાલાવાડ પંથકની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, એકસમયે આ વિસ્તારમાં
પાણીની તંગી, રોજગારીની મર્યાદિત તકો, માળખાકીય સુવિધાના અભાવ સહિત અનેક તકલીફો
હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારની
સમૂળગી કાયાપલટ કરી નાખી છે. નર્મદાનું પાણી, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, ઉદ્યોગોને
પ્રોત્સાહન તથા કપાસની ખેતીને વેગ આપીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સૂકી ધરતી પર વિકાસનું
સિંચન કર્યું છે. આ જ વિકાસયાત્રાને આગળ વધારતા આજે સુરેન્દ્રનગર શહેર-જિલ્લાને રૂપિયા
૫૩૯.૨૬ કરોડના વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં ગુજરાતમાં
શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી ત્યારે તેનું બજેટ રૂ. ૫૮૫ કરોડ હતું, પરંતુ ગત વર્ષે
શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું બજેટ ૩૦ હજાર કરોડ રૂપિયાનું હતું. સ્વર્ણિમ જયંતિ
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરોના વિકાસ માટે છેલ્લા દોઢ દાયકામાં
૬૬ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સામાન્ય માણસોના વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે કામ
કરતી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
દ્વારા લેવાતા નિર્ણયો અને સરકારી યોજનાઓના કેન્દ્રમાં નાનો માણસ છે.
આ તકે તેમણે પી.એમ. સ્વનિધિ યોજનાને ફેરિયાઓ તથા નાના વેપારીઓ માટે ઉત્તમ યોજના
ગણાવી હતી અને તેનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્ન કરવા માટે અપીલ કરી
હતી. “સ્વચ્છતા એ સ્વાસ્થ્ય” સાથે સંકળાયેલી બાબત હોવાનું જણાવીને તેમણે સ્વચ્છતાને
સ્વભાવ બનાવવા માટે આગ્રહ કર્યો હતો.
રાજ્યકક્ષાનાં મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે…
આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાનાં મંત્રી
શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી
અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ‘શહેરી વિકાસ વર્ષ’નું બીજ
રોપ્યું હતું, તે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના શહેરોને ‘વેલ-પ્લાન્ડ’ અને ‘વર્લ્ડ ક્લાસ’
બનાવી રહ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની આ ગતિ હવે
બુલેટ ટ્રેન જેવી તેજ બની છે, જેનો સીધો લાભ નાગરિકોને મળી રહ્યો છે. સુરેન્દ્રનગર
ખાતે રૂ. ૫૩૯.૨૬ કરોડના ખર્ચે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને
ખાતમુહૂર્ત એ જનતાની સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
જેમાં રૂ. ૮૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી ‘નલ સે જલ’ યોજના, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
અને સી.સી. રોડ જેવા મહત્વના કામો આજે જનતાને અર્પિત કરવામાં આવ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નાગરિકોની પાયાની સુવિધાઓ માટે ‘અમૃત ૨.૦’ હેઠળ
રૂ. ૫૯.૮૪ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.
તેમજ ‘Maru Surendranagar’ જેવી ડિજિટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.
સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ડોર ટુ ડોર કચરાનું વ્યવસ્થાપન, સ્વચ્છતા રેલીઓ યોજી શહેરને
પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પી.એમ. આવાસ યોજના
અને પીએમ સ્વનિધિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાનની સાથે સાથે રિવરફ્રન્ટ અને સી.સી.
રોડ જેવા પ્રોજેક્ટ્સ સુરેન્દ્રનગરનો નકશો બદલી નાખશે.
કાર્યક્રમના આરંભે જિલ્લા કલેક્ટરશ્રી કે. એસ. યાજ્ઞિકે સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું…
કાર્યક્રમના આરંભે જિલ્લા કલેક્ટરશ્રી કે. એસ. યાજ્ઞિકે સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતા
કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી
સુશાસનના સીધા લાભો પહોંચાડવાના હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે.
માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજે રૂ. ૫૩૯.૨૬ કરોડના ખર્ચે વઢવાણ રિવરફ્રન્ટ
એક્સટેન્શન અને હેરિટેજ સિટી જેવા મહત્વકાંક્ષી પ્રકલ્પો સહિત કુલ ૩૩ વિકાસ કાર્યોનું
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પો આગામી સમયમાં જિલ્લાની
માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને જનસુખાકારીમાં પાયાનું પરિવર્તન લાવી પ્રગતિના
નવા દ્વાર ખોલશે.
કાર્યક્રમના અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર
શ્રી આર.એમ.જાલંધરા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો અને
નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ મંત્રીશ્રી
ડૉ.પ્રદ્યુમન વાજા, સર્વે ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ,
શ્રી પરસોત્તમભાઈ પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, પ્રદેશ મહામંત્રી
શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અંબારામભાઈ
દેવૈયા સહિતના પદાધિકારીશ્રીઓ, સર્વે અગ્રણી શ્રી વર્ષાબેન દોશી,
શ્રી જયેશભાઈ ભૂત, શ્રી ધીરુભાઈ સિંધવ, શ્રી હાર્દિકભાઈ ટમાલીયા
શ્રી જીજ્ઞાબેન પંડ્યા, શ્રી ધનરાજભાઈ કૈલા, શ્રી શંકરભાઈ વેગડ,
શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી રાજભા ઝાલા,
શ્રી દેવાંગભાઈ રાવલ, પદ્મશ્રી લવજીભાઈ પરમાર, જિલ્લા પોલીસ
અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે.ઓઝા
સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુલ રૂ. ૪૫૭.૨૧ કરોડના ખર્ચના ૨૫
જેટલાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
વિભાગના રૂ. ૨૩૩.૩૪ કરોડનાં ૨૩ કામો અને માર્ગ અને મકાન વિભાગનાં રૂ. ૨૨૩.૮૭
કરોડનાં બે કામોનો સમાવેશ થાય છે.
આ સાથે જ રૂ. ૮૨.૦૫ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આઠ કામોનું લોકાર્પણ કરવામાં
આવ્યું હતું. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ. ૬૩.૧૭ કરોડના પાંચ કામો અને
શિક્ષણ વિભાગના રૂ. ૧૮.૮૮ કરોડના ત્રણ કામોનો સમાવેશ થાય છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
