સી.યુ.શાહ-યુનિવર્સિટીનો-આઠમો-પદવીદાન-સમારોહ-યોજાયો-સી.યુ.શાહ-યુનિવર્સિટીનો-આઠમો-પદવીદાન-સમારોહ-યોજાયો-

વઢવાણ ખાતે સી.યુ.શાહ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ યોજાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સી.યુ.શાહ યુનિવર્સિટીનો આઠમો વાર્ષિક પદવીદાન સમારોહ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૮૯૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

જીતુભાઇ વાઘાણી નુ પ્રાસંગીક ઉદબોધન…

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમાજ, કુટુંબ અને ગુરુજનોની અપેક્ષાઓ અને ભાર વચ્ચે આજે પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી દેશના વિકાસમાં સહભાગી બનશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં લોકભાગીદારી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સૌથી વધુ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, માટે ગુજરાત સમગ્ર વિશ્વમાં શિક્ષિત સમાજ તરીકે ઉભરી આવ્યુ છે.

વધુમાં તેમણે કહ્યું કે,આજે ગુજરાતમાં ક્વોલિફાઇડ શિક્ષકો સાથે અને માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાઓ જોવા મળી રહી છે.શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે અને દેશમાં રાજ્યનું નામ રોશન કર્યું છે.

આજે નકારાત્મકતા છોડીને સકારાત્મકતાની એક દુનિયા ઉભી થઇ છે, માટે સકારાત્મક વિચારો સાથે દેશ અને ગુજરાતનું નામ રોશન કરી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા…

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, આજનો પદવીદાન સમારોહ એ પદવી ધારકો માટે વિશેષ છે કારણકે આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે એ જ વર્ષે આ પદવી ધારકોને પદવી એનાયત કરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ યુવાઓ પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યો છે આ અપેક્ષાઓને પુર્ણ કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ તકે અમદાવાદ સિમ્સ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અનીશ ચંદારાણા તેમજ પેટ્રન ઈન ચીફશ્રી મિનળબેનશાહ એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સી.યુ.શાહ યુનિવર્સિટીના પદવી પ્રાપ્ત કરનાર ૮૯૨ વિદ્યાર્થીઓ પૈકી ૪૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૪૧ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ તેમજ ૪૦ વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ સમારોહમાં ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, જિતેન્દ્રભાઈ સંઘવી, કિરણ મહેતા, હેમંતભાઈ શાહ, સી.યુ.શાહ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નીમિતભાઈ શાહ તેમજ કોલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર  તરફથી…

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version