સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હથિયાર અને સભા સરઘસબંધી…

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧-૦૫-૨૦૨૨ સુધી નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા બીજા કોઈ પણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહીં તથા તૈયાર કરવા નહીં કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, સુરૂચિનો ભંગ થાય અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવી ચેષ્ઠા કરવી નહીં, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી અથવા તેનો ફેલાવો કરવો નહીં, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવામાં નહી અશ્લીલ ગીતો ગાવા નહી અથવા ટોળામાં ફરવું નહીં, તેમજ કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવી નહીં.

સુરેન્‍દ્રનગર ખાતે ભૂકંપની બચાવ – રાહત કામગીરીની અદ્દભૂત મોક એક્સસાઇઝ યોજાઇ..

આ પ્રતિબંધ સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉપરી અધિકારીશ્રીએ આવું કોઈ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઈ પણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેવી વ્યક્તિ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીએ અથવા તેઓએ કે જેને શારિરીક અશકિતના કારણે લાકડી, લાઠી, લઇ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે કે ભંગ કરવામાં મદદગારી કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સભા સરઘસબંધી

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં હાલની પરિસ્થિતિને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્‍દ્રનગરના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૩૧-૦૫-૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં, સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ…

આ પ્રતિબંધ લગ્‍નના વરઘોડા-સ્‍મશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર તરફથી….

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version