ભૂકંપની બચાવ - રાહત કામગીરીની મોકડ્રીલભૂકંપની બચાવ - રાહત કામગીરીની મોકડ્રીલ

સુરેન્‍દ્રનગર ખાતે ભૂકંપની બચાવ – રાહત કામગીરીની અદ્દભૂત મોક એક્સસાઇઝ યોજાઇ

જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ સ્‍થાનિક વહીવટીતંત્રએ

 

મોક એક્સરસાઇઝના ભાગરૂપે જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓને તાત્‍કાલિક ભૂકંપ આવ્‍યા અંગેનો મેસેજ પાઠવવામાં આવ્‍યો હતો અને તે મેસેજના ભાગરૂપે જિલ્‍લા કલેકટરશ્રી કે.સી. સંપટ તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલા તુરંત જ સ્‍થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ, આરોગ્‍ય, ફાયરબ્રિગેડ, સ્‍થાનિક ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડીને કર્મચારીઓ તથા નાગરિકોના જાનમાલની રક્ષા કરીને મોટી જાનહાનિમાંથી ઉગારી લેવા સુચનાઓ આપી હતી.

ભૂકંપની બચાવ – રાહત કામગીરીની મોકડ્રીલ

મોક એક્સસાઇઝ યોજાઈ ત્‍યારે અદ્દભુત દ્રશ્‍યો સર્જાયા…..

મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ નર્સિંગ કોલેજ ખાતે સવારે ૯-૩૦ વાગ્‍યે આ મોક એક્સસાઇઝ યોજાઈ ત્‍યારે અદ્દભુત દ્રશ્‍યો સર્જાયા હતા.

ભૂકંપની બચાવ – રાહત કામગીરીની મોકડ્રીલ

યુધ્‍ધના ધોરણે સરાહનીય બચાવ – રાહત કામગીરી હાથ ધરી…

ઘટના સ્‍થળે આવી પહોચેલા NDRF ના જવાનોએ વિના વિલંબે યુદ્ધના ધોરણે નર્સિંગ કોલેજના તમામ સ્‍ટાફને બહાર નિકાળ્યા હતા અને જે વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતા તેમને બાંધીને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આની સાથોસાથ જે બેભાન થયા હતા તેમને પણ સ્‍ટ્રેચરમાં નીચે લાવીને સારવાર કરવામાં આવી હતી. આ બચાવ કામગીરીનું સંકલન અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાએ કર્યું હતું.

વઢવાણ મા ધારાસભ્ય ગુમ છે એવા ફોટા સાથેના મેસેજ સોસીયલ મીડીયામા વાયરલ….

અચાનક આવતી કુદરતી આપતી સામે તંત્રની સજાગતા ચેક કરવામા આવી…

જો જિલ્‍લામાં અચાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આવે તો તંત્ર કેટલું સજાગ છે તેની પ્રતિતિ થઈ હતી અને કોઈ જાનહાનિ થઈ નથી અને ક્ષણ માત્રના વિલંબ કર્યા વગર યુધ્‍ધના ધોરણે બચાવ કામગીરી અને ઈજાગ્રસ્‍તોને સારવાર પુરી પાડવામાં આવી હતી.

આ મોક એક્સસાઇઝમાં પ્રાંત અધિકારીશ્રી વી.એન. સરવૈયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી હરેશ વસેટિયન, ડિઝાસ્ટર મામલતદારશ્રી જે.ટી. રાવલ, GSDMA DPO નિલેશ પરમાર, NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી વિક્રમ ચૌધરી, ટીમ ઇન્સ્પેકટરશ્રી બાબુલાલ યાદવ, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, જિલ્‍લાના પોલીસ જવાનો, આપદામિત્ર, NDRF ના જવાનો, PGVCL, પાણી પુરવઠા, આરોગ્‍ય, આર.એન્‍ડ બી., ફાયરબ્રિગેડ, સર્ચ અને રેસ્‍કયુઝ ટીમ, નગરપાલિકા, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટના અધિકારીઓ, આગાખાન એજયુકેશન અને કર્મચારીઓ જોડાયા હતા.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર  તરફથી,,,,,

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

3 thoughts on “સુરેન્‍દ્રનગર ખાતે ભૂકંપની બચાવ – રાહત કામગીરીની અદ્દભૂત મોક એક્સસાઇઝ યોજાઇ..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version