HAR GHAR TIRANGA

હર ઘર તિરંગા અભિયાન..જિલ્લામાં ૫ લાખથી વધુ તિરંગા લહેરાવાશે.

સુરેન્દ્રનગરની ખાદી કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ

પૂરજોશમાં ચાલી રહ્યું છે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન.

દેશને સ્વતંત્રતા મળ્યે ૭૫  વર્ષ પૂર્ણ થવાનાં શુભ અવસરે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ

અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ થયો છે. આઝાદીનાં લડાઈમાં

ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં ત્યાગ, બલિદાન અને સમર્પણને યાદ કરવાનાં હેતુસર શરૂ કરાયેલ આ

અભિયાન હેઠળ આ ત્રણ દિવસો દરમિયાન વિવિધ કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવશે. એ સાથે દરેક

ગામ-શહેરમાં દરેક પરિવાર પોતાનાં ઘરે તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી થાય તે માટે પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે.

બરોડા ”શક્તી” મેળા મા પટોળા સાડી ની શાળ ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેંદ્ર ભાઇ પટેલ…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આપણા સ્વતંત્રતાનાં લડવૈયાઓને ભાવભરી શ્રધ્ધાંજલિ

આપવા દેશવાસીઓને અપીલ.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનનાં વિચારને નાગરિકો,  સંસ્થાઓ-મંડળોએ ઉમળકાભેર

વધાવી લીધો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા અને

આપણા સ્વતંત્રતાનાં લડવૈયાઓને ભાવભરી શ્રધ્ધાંજલિ આપવા દેશવાસીઓને અપીલ કરી હતી.

વિશ્વપ્રસિધ્‍ધ તરણેતર ભાતીગળ લોકમેળા નુ આયોજન ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર….

ખાદી કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ પૂરજોશમાં.

સમગ્ર ગુજરાતમાં ખાદી કામગીરી સાથે સંકળાયેલી કુલ ૨૧  સંસ્થાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાની પણ

ત્રણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની

કુલ ૧૪ સંસ્થાઓ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરશે, જે પૈકી જિલ્લાની એક સંસ્થાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે

કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટનાં રોજ કુલ ૫  લાખ જેટલા તિરંગા ફરકાવવામાં આવે

તે પ્રકારે સઘન આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ દૂધ મંડળીઓ, એપીએમસી સહિતની

સંસ્થાઓ દ્વારા રાહત દરે રાષ્ટ્રધ્વજ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ઉપરોક્ત સંસ્થાઓ મારફતે પણ

રાષ્ટ્રધ્વજ વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

અર્ધલશ્કરી દળોની ૧૦૭  કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી…..

ઉપલબ્ધ તમામ સ્ટોક વેચાઈ ગયો છે અને નવો સ્ટોક અમે મંગાવ્યો છે. ખાદી સંસ્થાના પ્રતીનીધીઓ.

મહેતા ખાદી ઉદ્યોગ ગૃહ વઢવાણના દક્ષાબેન જણાવે છે કે ૧.૫  x ૧ ફુટની અને ૩ x ૨ ફુટની સાઈઝનાં રાષ્ટ્રધ્વજનું

વેચાણ અમારે ત્યાંથી કરવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્કૂલો, ઓફિસો, ખાનગી સંસ્થાઓમાંથી

લોકો આવીને રાષ્ટ્રધ્વજ લઈ જાય છે.  ગત વર્ષ કરતા આ વર્ષે રાષ્ટ્રધ્વજનું વેચાણ ખૂબ જ સારું નોંધાઈ રહ્યું છે. જ્યારે

સુરેન્દ્રનગર જિલ્લા સર્વોદય વિકાસ મંડળના સુરેશભાઈ આનંદ સાથે જણાવે છે કે, અમારે ત્યાં અલગ અલગ સાઈઝના

રાષ્ટ્રધ્વજનું વેચાણ થાય છે અત્યાર સુધીમાં રૂપિયા   ૮૦ હજારથી વધારે રાષ્ટ્ર ધ્વજનું વેચાણ થઈ ગયું છે. ઉપલબ્ધ તમામ

સ્ટોક વેચાઈ ગયો છે અને નવો સ્ટોક અમે મંગાવ્યો છે.  જ્યારે સઘન ક્ષેત્ર યોજના પાટડીના કલ્પેશભાઈ જણાવે છે કે રૂપિયા

૨૮૦  થી લઈને ૨૦૦૦  રૂપિયા સુધીના અલગ-અલગ માપનાં રાષ્ટ્રધ્વજ લેવા લોકો રસ દાખવી રહ્યા છે…

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્યથી….
2 thoughts on “હર ઘર તિરંગા અભિયાન..જિલ્લામાં 5 લાખથી વધુ તિરંગા લહેરાવાશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version