ગુજરાત કોંગ્રેસને જીતાડવા પ્રશાંત કિશોરને લાવવા પાર્ટી માથી થઇ માંગણી......ગુજરાત કોંગ્રેસને જીતાડવા પ્રશાંત કિશોરને લાવવા પાર્ટી માથી થઇ માંગણી......

આગામી ૨૭ સપ્ટેમ્બર થી બે દિવસ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્રમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસના ધારાસભ્યોની ગઈ કાલે બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના સત્રમાં સરકાર સામે ઉગ્ર લડત આપવાની ચર્ચાઓ ઉપરાંત પક્ષના સંગઠન અને નેતાઓ વિશે પણ ચર્ચાઓ કરી હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ એવી માગણી કરી હતી કે, ગુજરાત કોંગ્રેસને જીતાડવા પ્રશાંત કિશોરને લાવવા પાર્ટી માથી થઇ માંગણી.

વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ખુદ ચૂંટણી હારનારા કોંગ્રેસના જુના જોગીઓની હવે વિદાય લગભગ નક્કી મનાઇ રહી છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં ભાજપવાળી થવાના એંધાણ છે. હાઇકમાન્ડે માત્ર હોદા ભોગવી પક્ષની ઘોર ખોદનારાં જુના જોગીઓને ઘર ભેગા કરી યુવાઓના હાથમાં ગુજરાત કોંગ્રેસની સુકાન આપવા મન બનાવ્યુ છે. સૂત્રોના મતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદે નવા ચહેરાને સ્થાન મળી શકે છે.

કોંગ્રેસના સુત્રો પ્રમાણે હાઇકમાન્ડ ને ગુજરાતના જુના જોગીઓ પરથી ભરોસો ઉઠી ગયો હોય તેમ લાગે છે.કેમકે, હાલ જે નેતાઓ ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળીને બેઠા છે અને આગામી દિવસોમાં સરકાર રચવાના સપના જોઇ રહ્યા છે તે જ નેતા લોકસભા કે વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા નથી. આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ બની રહેશે, કોંગ્રેસે કરો યા મરો સાથે ચૂંટણી લડવી પડશે.

વધારે વાચો – https://freedomjournalism.com/wp/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version