દલીતો ને અન્યાય….સોસીયલ મીડીયા મા પાટડી ધારાસભ્ય નૌશાદ સોલંકી ના નામથી મેસેજ વાયરલ…….
સુરેંદ્રનગર ના પાટડી વીધાનસભાના ધારાસભ્ય શ્રી નૌશાદભાઇ સોલંકી નામથી સોસીયલ મીડીયા મા એક મેસેજ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે મુજબ ભાજપની દલિત અને આદિવાસી વિરોધી નીતિઓના કારણે ૫ થી ૬ હજાર વિદ્યાર્થીઓના શિક્ષણ સામે મહાસંકટ ઉભુ થયું છે. વર્ષ ૨૦૨૦-૨૦૨૧ થી ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં મેડિકલ અને ટેકનિકલ કોર્ષ સિવાયના બધા જ કોર્સમાં સ્કોલરશીપ અને ફ્રિશિપ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તેના કારણે સેંકડો વિદ્યાર્થીઓનું શિક્ષણ અધવચ્ચે અટકી ગયું છે. અને આ સેંકડો વીધ્યાર્થીઓ નુ ભવીષ્ય અંધકાર મય થઇ ગયુ હોવાનો ગુજરાત ભાજપ સરકાર પર આક્ષેપ કરતો આ પ્રકારનો એક મેસેજ આજકાલ સોસીયલ મીડીયામા ખુબજ જડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાચો : – https://factwithdany.blogspot.com/
શુ ? ગુજરાત ની સરકાર દલીત વીરોધી છે ?
ફ્રીડમ જર્નાલીજમ વેબ ન્યુજ ગુજરાત ની સરકાર ને પુછવા માગેછે. જો સાચેજ ઉપર મુજબના ધારાસભ્યના નામથી વાયરલ થયેલ મેસેજ મુજબ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ થી ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં મેડિકલ અને ટેકનિકલ કોર્ષ સિવાયના બધા જ કોર્સમાં સ્કોલરશીપ અને ફ્રિશિપ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જો આ મેસેજ મા જણાવ્યા મુજબ ગુજરાત સરકારે સ્કોલરશીપ અને ફ્રિશિપ કાર્ડ જેવી યોજનાઓ બંધ કરી હોય તો ગુજરાત ની ભાજપ સરકાર ને, ગુજરાત ના દલીતો એક દલીત વીરોધી સરકાર કેમ ના સમજે ? આ બાબતે ગુજરાત સરકારે જવાબ આપવો જોઇએ.
આ પણ વાચો : – હીંદુ ખતરામા એ વાત સાચી પણ. મુસ્લીમો કે બીજા કોઇ થી નહી પણ પોતાના અંદરના જાતીવાદ થી……
સોસીયલ મીડીયામા વહેતો થયેલો ઓરીજલ અનકટ મેસેજ આ મુજબ છે.
જય ભીમ
ભાજપની દલિત અને આદિવાસી વિરોધી નીતિઓના કારણે 5 થી 6 હજાર વિદ્યાર્થીઓના શિક્ષણ સામે મહાસંકટ ઉભુ થયું છે. વર્ષ 2020 – 2021 થી ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં મેડિકલ અને ટેકનિકલ કોર્ષ સિવાયના બધા જ કોર્સમાં સ્કોલરશીપ અને ફ્રિશિપ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તેના કારણે સેંકડો વિદ્યાર્થીઓનું શિક્ષણ અધવચ્ચે અટકી ગયું છે. આ મુદ્દે ગત વિધાનસભા સત્રમાં મે આ બાબતે રજૂઆત કરી હતી. પણ કોઈક સમાધાન થયું નથી ત્યારે આજે અંદાજ સમિતિની બેઠકમાં આ મુદ્દે અસરકારક રજૂઆતો કરીશ. આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓ ઇચ્છુ છું.
નૌશાદ સોલંકી
ધારાસભ્ય ( દસાડા – લખતર )
આ પણ વાચો : – ખાધ્ય પદાર્થો મા ભેળસેળરોકવી..એ નવા મુખ્યમંત્રી ની પ્રાથમીકતા હોવી જોઇએ.