દેવાયતભાઈ ખવડ : તમે મારી આબરું કાઢી છે, હવે આપણે લડી લઈશું.દેવાયતભાઈ ખવડ : તમે મારી આબરું કાઢી છે, હવે આપણે લડી લઈશું.
દેવાયતભાઈ ખવડ : તમે મારી આબરું કાઢી છે, હવે આપણે લડી લઈશું.
દેવાયતભાઈ ખવડ : તમે મારી આબરું કાઢી છે, હવે આપણે લડી લઈશું.

તમે મારી આબરું કાઢી છે, હવે આપણે લડી લઈશું’, દેવાયતભાઈ  ખવડ.

અને આયોજક સાથેની વાતચીતની ઓડિયો વાયરલ

ગુજરાતી લોકસાહિત્ય કલાકાર  દેવાયતભાઈ  ખવડ અવારનવાર પોતાના ડાયરા ના

કારણે ચર્ચામાં રહે છે. બે દિવસ પહેલાં પણ તે ફરી ચર્ચા માં આવ્યા હતાં. જેમાં પૈસા લઈને ડાયરો

કરવા ન આવવાનો આરોપ લગાવી તેમની ગાડી સાથે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ

દેવાયતભાઈ  ખવડે વીડિયો શેર કરી પુષ્ટિ કરી હતી કે, મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા

આયોજક પાસેથી પાસેથી.  આ મુદ્દે દેવાયતભાઈ  ખવડ નો ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર માં કચરાના એકત્રીકરણ માટે ૩૮ જેટલી કલેક્શન વાનને લીલીઝંડી..

આ ઓડિયોમાં તે ડાયરા સંચાલક ભગવંત સિંહ ચૌહાણ સાથે વાત કરી રહ્યાં છે . 

દેવાયતભાઈ  ખવડ :  તમે મારી ગાડીનો કાચ ફોડ્યો. મારે આવવામાં કલાક મોડું થયું, મેં તમને પૈસામાં નક્કી નહતું કર્યું.

મેં સંબંધમાં તમને હા પાડી હતી. પરંતુ, તમે મારી ગાડીની આડે આવીને ગાડી ઊભી રખાવી, ગાડીની ચાવી લઈ લીધી.

સુરેન્દ્રનગરવાસીઓ ને મહાનગરપાલિકા ની ભેટ..

ભગવત સિંહ ચૌહાણ :  મારા બે લવ-કુશની સોગંદ મેં આવું કર્યું હોય તો…

દેવાયતભાઈ  ખવડ :  તો તમારો ભાઈ-ભત્રીજો સાથે હતો ત્યારે તમે થાર આડી રાખી દીધી. હું સંબંધમાં હા પાડીને

આવ્યો હતો. હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી તમને હજુ કહુ છું. હું ફોનમાં બોલવાવાળો બોલ બચ્ચન નથી.

મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો… અને આ ત્રણ એકડા થાર કોની છે? ધ્રુવરાજની છે ને? ધ્રુવરાજે ગાડી

રોકી અને કાચ ફોડ્યો. આમાં આબરૂ કોની કાઢી ?

ભગવત સિંહ ચૌહાણ : તમે કહો એની સોગંદ, જો એણે કાચ તોડ્યો હોય તો.

દેવાયતભાઈ  ખવડ :  ભગવત સિંહ કાચ તોડી નાંખ્યો અને ગાડી આખી લઈ ગયા ઉપાડીને. તમે દેવાયતભાઈ  ખવડ ની

ગાડી ઉપાડીને લઈ ગયાં ? હું કાઠી દરબાર છું અને મારી આબરૂ કાઢી નાંખી અત્યારે.

ભગવત સિંહ ચૌહાણ : અમે તમારૂ શું કર્યું?

દેવાયતભાઈ  ખવડ :  હું કલાક મોડો પડ્યો, મેં તમારી ત્યાં આવીને તો ખાધું તમારૂ બટકું. કદાચ મારે મોડું થયું તો તમારે

એવું કહેવાનું હતું કે, દેવાયતભાઈ આવો તમતમારે હું તમારી વાટ જોઉં છું.

ભગવત સિંહ ચૌહાણ : મેં કેટલાં ફોન કર્યાં? તમે કોઈ ફોનનો જવાબ જ ના આપ્યો.

દેવાયતભાઈ  ખવડ :  પણ હું ગાવા બેઠો હતો, ફોન મારા ખોળામાં હતો. મેઘરાજનો ફોન આવ્યો તો મેં કહ્યું કે,

પહોંચુ છું હું અશ્લાલી પહોંચ્યો છું.

ભગવત સિંહ ચૌહાણ : હવે તમારે શું કરવાનું છે?

દેવાયતભાઈ  ખવડ :  મારે ઝઘડો કરવાનો છે. એ મારી ગાડી પડી હવે આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી

જોઈતી. તમે તૈયારીમાં રહેજો.

શું હતી ઘટના?

નોંધનીય છે કે, શુક્રવારે (૨૧ ફેબ્રુઆરી) દેવાયતભાઈ  ખવડ ની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી.

શુક્રવારે અમદાવાદ ગ્રામ્યમાં દેવાયતભાઈ ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જોકે, બાદમાં એવી ચર્ચા

થઈ કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયતભાઈ એ  પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન રહ્યા તેથી આયોજકોમાં રોષ હતો

અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી નોંધવામાં આવી છે. જેમાં આરોપી તરીકે સનાથલ ગામના બે અને

સાણંદના એક વ્યક્તિ કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વધુ માહિતી ફરિયાદ બાદ જ

પ્રકાશમાં આવી શકે છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દેવાયતભાઈ ખવડ ની સ્પષ્ટતા.

દેવાયતભાઈ ખવડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સમગ્ર વિગત વિશે જણાવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, હાલ એવી ચર્ચા

થઈ રહી છે કે, દેવાયત ભાઈ ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ

બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે

આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં ૮  થી ૯:૩૦  વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં

આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *