સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર

રાશન કાર્ડ ધરાવતા દરેક નાગરીકો NFSA સંદર્ભે સુરેન્દ્રનગર શહેરીજનો એ ખાસ જાણવા જેવુ ….

સુરેન્દ્રનગર શહેર મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે અને નીચે જણાવેલ પૈકી કોઇ પણ એક અથવા વધારે બાબત ધરાવનાર NFSA યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ- ૨૦૨૨ નો શુભારંભ કરાવ્યો…

આ બાબતો ધરાવનાર ને યોજનાનો લાભ મળવાપાત્ર નથી…

જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાવાળુ વાહન ધરાવતું હોય, કુટુંબનો કોઇ પણ સભ્ય સરકારી કર્મચારી હોય કે માસિક રૂ.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય કે આવકવેરો (ઇન્કમટેક્ષ), વ્યવસાયવેરો ચુકવતો હોય, કે જે કુટુંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન ધરાવતો હોય, જે કુટુંબમાં કોઇપણ સભ્ય સરકારી પેન્શનર હોય, કુટુંબ આર્થિક સુખાકારી ધરાવતું હોય કે શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાક્કુ મકાન ધરાવતું હોય તો આવા કુંટુબ એનએફએસએ યોજનાનો લાભ મળવાપાત્ર ઠરતા નથી.

પાત્રતા ન ધરાવતા NFSA કાર્ડધારકોને  સ્વેચ્છાએ નામ કમી કરવા જણાવાયું..

આવા કાર્ડધારકોએ તા. ૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનુ રેશનકાર્ડ આ યોજનામાંથી કમી કરવા માટે મામલતદાર કચેરી સુરેન્દ્રનગર શહેર, પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ જોડી રૂબરૂ અરજી રજૂ કરવાની રહેશે.

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર 

આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડ્યે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે…

તા.૦૧/૦૭/૨૦૨૨ પછી આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવાની ફરજ પડશે, જેની  જાહેર જનતાએ ખાસ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર ના સૌજન્ય થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version