ઉના કાંડ પછી જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા સમગ્ર દલીત સમાજ એક મંચ ઉપર….
હાલ સમગ્ર ગુજરાત અને દેશ મા દલીત સમાજ આક્રોશમા છે. દલીત નેતા જીગ્નેશ મેવાણીની ધરપકડ ભાજપ ની દલીત વીરોધી માનશીકતા અને દલીતો ને ગુલામ બનાવી રાખવા માટેના ષડયંત્ર ના ભાગ રુપે કરવામા આવી છે તેવી વાત સમગ્ર ગુજરાત નો દલીત સમાજ એક અવાજ સાથે કહે છે. ઉના અત્યાચાર કાંડ પછી ગુજરાત નો સમગ્ર દલીત સમાજ પ્રથમ વાર એક મંચ પર આવી રહ્યો છે. અને ધારા સભ્ય શ્રી નૌશાદ સોલંકી દ્વારા તા : ૨૪-૦૪-૨૦૨૨ ના રોજ રેલી નુ આયોજન કરી લડત ચલાવવાની જાહેરાત કરવામા આવી છે.
ગુજરાત મા હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી..જિગ્નેશમેવાણીની ધરપકડ ……
બહુ મોટા સામાજીક આંદોલન ની શક્યતા…..
સમગ્ર ગુજરાત મા તાલુકા લેવલે અને જીલ્લા લેવલે જે રીતે આવેદનો પાઇ રહ્યા છે તે જોતા એમ લાગી રહ્યુ છે કે આ ઘટના હવે મોટુ સ્વરુપ લઇ રહ્યુ છે. અને દલીત સમાજ રોડ ઉપર આવશે એમ લાગી રહ્યુ છે. જો આવુ કઇ બનશે તો ઉના અત્યાચાર કાંડ પછી પ્રથમ વાર બહુ મોટુ આંદોલન થશે.
જિગ્નેશ મેવાણી ને 24 કલાકમાં છોડવા ચાણસ્મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ચીમકી….
શા માટે દલીત સમાજ મા આક્રોશ છે….
અમારા રેપોર્ટરો દ્વારા દલીત સમાજ ના આગેવાનો સાથે વાત કરતા લગભગ બધા જ દલીત આગેવાનો એક મત છે કે જીગ્નેશ મેવાણી ની ધરપકડ ખોટી રીતે કરવામા આવી છે. અમને એક દલીત યુવાને જીગ્નેશ મેવાણી દ્વારા કરવામા અવેલી ટવીટ બતાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરી જણાવ્યુ કે આ ટવીટ મા તો શાંતી ની અપીલ કરવામા આવી છે. આમા ક્યા કશુ સામાજેક વીખવાદ ઉભો થાય એવુ લખાણ છે…
કોંગ્રેશ ગેલમા દલીત વોટબેંક ખેચવા બહુ મોટો મુદ્દો મળ્યો. ૨૦૨૨ ની ચુટણી મા આ મુદ્દો ભાજપ ની દલીત વોટબેંક ને અસર કરશે એવી ધારણા…
આવનારી ગુજરાત વીધાનસભા ની ચુટણી મા ભાજપ ની દલીત વોટબેંક ઉપર આ મુદ્દા ની અસર દેખાશે તેવુ દલીત સમાજના યુવાનો ના પ્રતીભાવ મુજબ લાગી રહ્યુ છે. જે ભાજપ ની હાઇકમાંડ દ્વારા વીચારવા જેવુ તો ખરુ જ. કારણ કે મોદી સાહેબ ગુજરાત મા આવ્યા પછી જે વોટબેંક માત્ર કોંગ્રેશ ની હતી તે ૪૦ થી ૬૦ % જેટલી ભાજપ તરફ વળી ગઇ છે. અને ખાસ કરીને દલીત યુવા વોટ્બેંક ભાજપ તરફ વળી છે ત્યારે આ મુદ્દા મા દલીત યુવાનો જ ભાજપ વીરોધી પ્રતીભાવ આપે છે. જે આવનારી ચુટણીઓ મા અસર કરશે જ એવી ધારણા બંધાતા કોંગ્રેશ પાર્ટી પણ ફ્રંટ પર આવી આમુદ્દા ને મોટા આંદોલન મા કનવર્ટ કરવા માગતી હોય એવુ લાગી રહ્યુ છે. જે ભાજપ માટે અને સરકાર માટે વીચારવા જેવુ છે..
દેશના વડાપ્રધાન ને શાંતી ની અપીલ કરતી ટવીટ કરતા ધરપડ થઇ…

જિગ્નેશ મેવાણીના એક ટ્વીટ પર આસામ પોલીસે તેમની પર ષડયંત્ર હેઠળ બે સમુદાયમાં વૈમનસ્ય ઉભુ કરવા, સમુદાયનું અપમાન કરવા અને શાંતિનો માહોલ બગાડવા જેવી બિનજામીન પાત્ર કલમમાં કેસ દાખલ કર્યો છે. આસામ પોલીસની ફરિયાદ અુસાર, જિગ્નેશ મેવાણીએ ૧૮ એપ્રિલે એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન ગોડસેને પૂજે છે. પોલીસ અનુસાર જિગ્નેશ મેવાણીએ ટ્વીટમાં અપીલ કરી હતી કે દેશના વડાપ્રધાને ૨૦ એપ્રિલે ગુજરાત પ્રવાસ દરમિયાન રામનવમી પર હિંમતનગર અને ખંભાત વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને લઇને લોકોને શાંતિની અપીલ કરવી જોઇએ
[…] જીગ્નેશ મેવાણી ની ધરપકડ થતા ઉના કાંડ પ… […]