ચાલો ફાટસર.. બાબા સાહેબ પ્રતિમા અનાવરણ
તથા પુસ્તકાલય ઉદ્ઘાટન..
સુરેન્દ્રનગર ના વઢવાણ શહેરી વિસ્તાર માં આવતા ગણપતિ ફાટસર વિસ્તાર માં
આગામી તા : ૧૫-૦૩-૨૦૨૪ ના દિવસે ” સિમ્બોલ ઓફ નોલેજ ” વિશ્વ વિભૂતિ
ભારતના બંધારણ ના ઘડવૈયા એવા દલિતો વંચિતો શોષિતો અને પીડિતો ના સાચા
ઈશ્વર એવા ડો. બાબા સાહેબ આંબેડકર ની પંચ ધાતુ ની પ્રતિમા અનાવરણ અને
ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય ઉદ્ઘાટન નો ભવ્ય કાર્યક્રમ થવા
જઇ રહ્યો છે.ત્યારે આ તકે સમગ્ર ગુજરાત ના બાબાસાહેબ ના અનુયાયીઑ ને આ
ભવ્ય કાર્યક્રમ માં હાજરી આપવા સમસ્ત ગણપતિ ફાટસર અનુસૂચિત જાતિ સમાજ
દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.
જિલ્લામાંથી પટોળાની સિંગલ ઇક્તની પસંદગી કરાઈ.
આ કાર્યક્રમ માં રાસ્ટ્ર લેવલ ના વક્તા ની ગરિમામય ઉપસ્થિતિ..
આ કાર્યક્રમ ના આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ માં દિલ્હી
યુનિવર્સિટી ના ખ્યાતિ પ્રાપ્ત પ્રોફેસર અને લેખક અને આબેડકારી વિચારધારા ને
વરેલા એવા માનનીય ડો. લક્ષ્મણ યાદવ ઉપસ્થિત રહી વક્તવ્ય આપસે. ઉપરાંત
આંબેડકર રાઇટ શોશિયલ એક્ટિવિસ્ટ અને લીડરશીપ ટ્રેનર એવા માનનીય
શક્તિદાશ નીમ પણ વક્તવ્ય આપસે ઉપરાંત દેશભરમાં પ્રખ્યાત નેશનલ દસ્તક ન્યૂજ
ના ચીફ એડિટર શ્રી સંભૂકુમાર સિંહ પણ હાજરી આપસે. ઉપરાંત નિવૃત આઈ પી એસ
અને ગુઆજરાત ના પૂર્વ એડિશનલ ડી જી પી એવા શ્રી અનિલ પ્રથમ સાહેબ પણ હાજરી આપસે.