સુરેંદ્રનગર માં મેળાના મેદાનમાં પાથરણાવાળાઓનો હલ્લાબોલ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાના નિર્ણયનો વિરોધ…
સુરેંદ્રનગર શહેરની મધ્યમાં મેળાનું મેદાન આવેલું છે. ત્યાં ઘણા વર્ષોથી દર રવીવારે રવીવારી બજાર ભરાય છે. ત્યાં વિચરતી અને વિમુક્ત જાતિઓના દેવીપુજક, સારણીયા, બાવરી વગેરે પરિવારો નાના મોટા વ્યવસાય માટે પાથરણા પાથરીને બેસતા હોય છે. ત્યારે સુરેંદ્રનગર માં મેળાના મેદાનમાં પાથરણાવાળાઓ દ્વરા હલ્લાબોલ કરીને સ્પોર્ટ્સ સંકુલ બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો…
આ પણ વાચો – ukrain crisiss/ રુશ-યુક્રેન યુદ્ધ ની હકીકત . શા માટે યુક્રેન માં રુશી સેનાની ધીમી ગતિ ? અસલી કારણ અમેરિકા….
સુરેંદ્રનગર -દૂધરેજ-વઢવાણ મ્યુસીપાલીટી નો સ્પોર્ટ્સ સંકુલ બાબત નો ઠરાવ વીરોધ નુ મુખ્ય કારણ….
થોડા સમય પહેલા સુરેંદ્રનગર -દૂધરેજ-વઢવાણ મ્યુસીપાલીટી એ સર્વાનુમતે ઠરાવ કરીને મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે. જેના પગલે પાથરણાવાળાઓ કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા. તેમજ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ જુઓ – ukrain crisiss / રશીયા યુક્રેન યુદ્ધ ના તાજા અપડેટસ….
ગરીબ પરીવારો ની રજુઆત… પોતાનો વ્યવસાય કરવા કાયમી વ્યવસ્થા કરી આપવામા આવે….
આ પરિવારોની રજૂઆત છે કે તેમને યોગ્ય કાયમી વ્યવસ્થા કરી આપવામાં આવે. જેથી તેઓ ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કરી શકે. અને આજીવિકા ચલાવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવીને માનભેર જીવી શકે. નાના માણસો માટે આ નાનો વ્યવસાય ખુબ મોટી વાત હોય છે. વળી તેઓને સદંતર બીજા વ્યવસાય તરફ વાળવા પણ ખુબ જ અઘરું હોય છે. મ્યુસીપાલીટી દ્વારા જે સ્ટોલો બનાવવાની વાત કરે છે. ત્યાં પણ આ વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારોને સ્ટોલો આપવામાં આવે તેવી આ પરિવારોની રજૂઆત છે. વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારો સદીઓથી કામ ધંધા માટે વિચરણ કરતા હતા.