સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.૨૭મી જુલાઈના રોજ તાલુકા કક્ષાનો અને તા.૨૮મી જુલાઈના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.૨૭-૦૭-૨૦૨૨ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૮-૦૭-૨૦૨૨ ના રોજ  જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ યોજાશે  

૩૦ જુલાઈ સુધી જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા રમત ગમત કચેરી ખાતે ફોર્મ મોકલવાનું રહેશે

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી સુરેન્દ્રનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત બાળકોમાં ચિત્રકલાની રૂચી વિકસે અને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તેવા હેતુથી તા.૦૧-૦૮-૨૦૨૨ થી તા.૦૫-૦૮-૨૦૨૨ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્કશોપમાં વિષય તજજ્ઞ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવશે. ૬ થી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓ માટે જણાવેલ તારીખો દરમ્યાન રોજના બે કલાક માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે.

૩૦ જુલાઈ સુધી જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા રમત ગમત કચેરી ખાતે ફોર્મ મોકલવાનું રહેશે

આ વર્કશોપમાં જોડાવવા માટે ઇચ્છુક જિલ્લાના વાલીઓએ નિયત નમુનાનું ફોર્મ ભરી તેમાં શાળાના સહી સિક્કા સાથે બાળકનું આધાર કાર્ડ અને જન્મ તારીખના પુરાવા સાથે તા.૩૦-૦૭-૨૦૨૨ના રોજ બપોરે ૦૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, સુરેન્દ્રનગરની કચેરીએ મોકલવાનું રહેશે. આ વર્કશોપમાં મહત્તમ ૧૦૦ ની સંખ્યા રાખવાની હોઈ વહેલા તે પહેલાના ધોરણે આવેલ અરજીઓનો સમાવેશ કરવામાં આવશે.વર્કશોપના ફોર્મ મેળવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી સુરેન્દ્રનગરનો અથવા  ૦૨૭૫૨ ૨૮૨૯૫૩ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. dydosurendranagar13@gmail.com પર મેઈલ કરીને પણ ફોર્મની PDF મેળવી શકશો તેમ વધુમાં જણાવાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version